ETV Bharat / bharat

24 કલાકમાં લગભગ 35 હજાર નવા કેસ, 25 હજારથી વધુના મોત - કોવિડ 19

સમગ્ર દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં લગભગ 35 હજાર નવા કેસ નોંધાયા છે.

Etv Bharat, Gujarati News, CoronaVirus News
CoronaVirus News
author img

By

Published : Jul 17, 2020, 10:25 AM IST

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઇરસનો પ્રકોપ વધી રહ્યો છે. તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા 10,03,832 સુધી પહોંચી છે. આ મહામારીથી દેશમાં અત્યાર સુધીમાં 25 હજારથી વધુ લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં સર્વાધિક 34,956 નવા કેસ સામે આવ્યા છે અને 687 લોકોના મોત થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી શુક્રવારે સવારે 8 કલાક સુધીમાં નવીનતમ આંકડા જાહેર થયા હતા. જેમાં દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3,42,473 થઇ છે. કુલ સંક્રમિતોમાં 6,35,757 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

દેશમાં દર્દીઓના સ્વસ્થ થવાનો હાલનો દર 63.25 ટકા છે. જેનો વિપરીત મૃત્યુ દર 2.57 ટકા છે.

કોરોનાથી પ્રભાવિત શીર્ષ 10 રાજ્ય

નવીનતમ આકંડા અનુસાર કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત 10 રાજ્યોમાં મહારાષ્ટ્ર (2,57,640) શીર્ષ પર છે. જે બાદ તમિલનાડુ (1,51,820), દિલ્હી (1,16,993), કર્ણાટક (47,253), ગુજરાત (44,552), ઉત્તર પ્રદેશ (41,383), તેલંગાણા (39,342), આંધ્ર પ્રદેશ (35,451), પશ્ચિમ બંગાળ (34,427) અને રાજસ્થાન (26,437) છે.

કોરોના સંક્રમણના સૌથી વધુ 10,928 મોત પણ મહારાષ્ટ્રમાં થયા છે. જે બાદ દિલ્હી (3,487), તમિલનાડુ (2,167), ગુજરાત (2,079), ઉત્તર પ્રદેશ (1,012), પશ્ચિમ બંગાળ (1000), કર્ણાટક (928), મધ્ય પ્રદેશ (682), રાજસ્થાન (530), તેમજ આંધ્ર પ્રદેશ (452) છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.