આસામઃ છેલ્લા 24 કલાકમાં આસામ રાજ્યમાં કોરોના વાઇરસના 56 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે આસામમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 1272 થઈ ગઈ છે. જેમાંથી 163 લોકો સ્વસ્થ (કોરોના મુક્ત) થયા છે. જ્યારે રાજ્યમાં કુલ 1102 સક્રિય કોરોના પોઝિટિવ કેસ છે. રાજ્યમાં કુલ 4 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે. આ બાબતે આસામ રાજ્યના આરોગ્ય પ્રધાન હિંમત બિસ્વા શર્માએ આપી છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં કોરોના વાઇરસ ફેલાવો સતત વધી રહ્યો છે. ભારતમાં જીવલેણ વાઇરસના કુલ 1,81,000થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 5,182 લોકોના મોત નીપજ્યા છે. હાલ ભારતમાં 90,703 સક્રિય કેસ છે. (આંકડા વર્લ્ડોમીટર મુજબ)