નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાઇરસ સંક્રમણના કારણે 134 લોકોનાં મોત થવાથી કુલ મરનારા લોકોની સંખ્યા 2,549 થઇ છે. આ ઉપરાંત સંક્રમણના 3,722 નવા કેસ આવવાથી કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 78,003 થઇ છે.
મંત્રાયલે જણાવ્યું કે, સંક્રમિત થયેલા 26,234 દર્દી સ્વસ્થ થઇ ગયા છે. જ્યારે 49,219 દર્દીની સારવાર ચાલી રહી છે.
મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધી અંદાજે 32.83 ટકા દર્દી સ્વસ્થ થઇ ગયા છે.
મંત્રાલયે જણાવ્યું કે, બુધવારે સાંજ સુધી 134 દર્દીના મોત થયાં છે. જેમાં મહારાષ્ટ્રમાં 53, ગુજરાતમાં 24, દિલ્હીમાં 13, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં 8-8, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં 4-4, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં 2-2 અને આંધ્ર પ્રદશ, ચંદીગઢ અને પોંડીચેરીમાં 1-1 વ્યક્તિનું મોત થયું છે.
દેશમાં કોવિડ-19ના કારણે અત્યાર સુધી કુલ 2,471 લોકોના મોત થયાં છે. જેમાં મહારાષ્ટ્ર 921, ગુજરાત 537, મધ્ય પ્રદેશ 225, પશ્ચિમ બંગાળ 198, રાજસ્થાન 117, દિલ્હી 86, ઉત્તર પ્રદેશ 82, તામિલનાડુ 61 અને આંધ્ર પ્રદેશમાં 46 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત પંજાબમાં 32, કર્ણાટકમાં 31, હરિયાણામાં 11, જમ્મુ કાશ્મીરમાં 10, બિહારમાં 6 અને કેરલમાં 4 લોકોનાં મોત થયાં છે. આ સાથે જ હિમાચલ પ્રદેશ અને આસામમાં 2-2 લોકોનાં મોત થયાં છે.
મંત્રાલયના તાજા આંકડા અનુસાર દેશમાં સંક્રમણના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 24,427 લોકો કોવિડ-19થી સંક્રમિત છે. ત્યારબાદ ગુજરાતમાં 9,268, તામિલનાડુમાં 8,718, દિલ્હીમાં 7,639, રાજસ્થાનમાં 4,126, મધ્ય પ્રદેશમાં 3,986 અને ઉત્તર પ્રદેશમાં 3,664 લોકો સંક્રમિત થયા છે.
પશ્ચિમ બંગાળમાં 2,173 લોકો સંક્રમિત છે. આંધ્ર પ્રદેશમાં કોરોના વાઇરસના કેસ વધીને 2,090 થયા છે અને પંજાબમાં 1,914 લોકો સંક્રમિત છે.
તેલંગાણામાં સંક્રમિતોની સંખ્યા વધીને 1,326, જમ્મુ કાશ્મીરમાં 934, કર્ણાટકમાં 925, બિહારમાં 831 અને હરિયાણામાં 780 થઇ છે.
કેરલમાં કોરોના વાઇરસના 524 કેસ સામે આવ્યા છે, જ્યારે ઓડિશામાં 437 કેસ છે. આ ઉપરાંત ચંદીગઢમાં 187 અને ઝારખંડમાં 172 લોકો સંક્રમિત છે.
ત્રિપુરામાં 154 અને ઉત્તરાખંડમાં 69 કેસ સામે આવ્યા છે. આ સાથે જ આસામ અને હિમાચલ પ્રદેશમાં 65-65, છત્તીસગઢમાં 59 અને લદ્દાખમાં 42 કેસ સામે આવ્યા છે.
અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં 33, મેઘાલય અને પોંડીચેરીમાં 13-13, ગોવામાં 19, મણીપુરમાં 2, મિઝોરમ, દાદરા નગર અને હવેલી અને અરૂણાચલ પ્રદેશમાં 1-1 કેસ સામે આવ્યા છે.