નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાઇરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 1783 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 52,952 પર પહોંચી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર સંક્રમિતથી ઓછામાં ઓછા 15,266 લોકોના સ્વાસ્થ્યમાં સુધાર આવતા તેને ડિસ્ચાર્જ કરી ઘરે પરત કર્યા છે. દેશમાં હજુ પણ કોરોનાના 35,902 કેસ એક્ટિવ છે.
મહારાષ્ટ્ર : મંત્રાલયના જણાવ્યાં અનુસાર દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ વધતા જઇ રહ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 16,758 કેસ સામે આવ્યા છે. સંક્રમિતના પગલે 651 લોકોના મૃત્યુ થયા છે.
અંદમાન નિકોબાર : કોરનાના 33 કેસ સામે આવ્યા છે. જ્યારે હજુ સુધી કોઇ મૃત્યુ નોંધાયુ નથી.
આંધ્ર પ્રદેશ : રાજ્યમાં અત્યાર સુધીમાં 1717 કેસ નોંધાયા છે. જ્યારે 36 લોકોના મોત નિપજ્યા છે.
અરૂણાચલ પ્રદેશ : રાજ્યમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત સામે આવ્યો છે. આ ઉપરાંત રાજ્યામાં કોઇ મોત થયુ નથી.
અસમ : કોરોનાના કહેર વચ્ચે 45 કેસ સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે.
બિહાર : કોરોનાના 542 કેસ સામે આવ્યા છે. જ્યારે 4 લોકોના મોત નિપજ્યા છે.
ચંદીગઢ : કોરોના સંક્રમણના 120 કેસ સામે આવ્યા છે. જ્યારે એકનું મોત નિપજ્યુ છે.
છતીસગઢ : રાજ્યમાં સંક્રમિતોના 59 કેસ સામે આવ્યા છે. જ્યારે મૃત્યુ નોંધાયુ નથી.
ગોવા : કોરોનાના 7 કેસ સામે આવ્યા હતા. જે તમામને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેના પગલે ગોવા હાલમાં કોરોના મુક્ત રાજય છે.
ગુજરાત : કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે ગતરોજના આંકડાઓ મુજબ 6625 કેસ નોંધાયા છે જ્યારે 396 લોકોના મોત નિપજ્યા છે.
હરિયાણા : કોરોનાના 594 કેસ સામે આવ્યા છે. જ્યારે 7 લોકોના મોત નિપજ્યા છે.
હિમાચલ પ્રદેશ : કોરોનાના 45 કેસ સામે આવ્યા છે. જ્યારે 2 વ્યક્તિનું મોત નિપજ્યુ છે.
જમ્મુ-કાશ્મીર : કોરોના વાઇરસના 775 કેસ સામે આવ્યા છે. જ્યારે આ સંક્રમણના પગલે 8 લોકોના મોત નિપજ્યા છે.
ઝારખંડ : કોરોનાના 127 કેસ સામે આવ્યા છે જ્યારે 3 લોકોના મોત નિપજ્યા છે.
કર્ણાટક : કોરોનાના આંકડાની વાત કરવામાં આવે તો 693 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 29 લોકોના મોત નિપજ્યા છે.
કેરલ : કોરોનાના 503 કેસ સામે આવ્યા છે. જ્યારે 4 લોકોના મોત નિપજ્યા છે.
લદાખ : કોરોના વાઇરસના 41 કેસ સામે આવ્યા છે.
મધ્ય પ્રદેશ : કોરોનાના 3138 કેસ સામે આવ્યા છે. જ્યારે 185 લોકોના મોત નિપજ્યા છે.
રાજસ્થાન : કોરોનાના 3317 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 92 લોકોના મોત નિપજ્યા છે.
તેલંગણા : કોરોનાથી 1107 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 29 લોકોના મોત નિપજ્યા છે.
ઉત્તર પ્રદેશ : સંક્રમિતનો આંકડો 2998 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 60 પર પહોચ્યો છે.
પશ્ચિમ બંગાળ : કોરોનાના 1456 કેસ સામે આવ્યા છે. જ્યારે 144 લોકોના મોત નિપજ્યા છે.
તમિલનાડુ : કોરોનાના 4829 કેસ નોંધાયા છે. જ્યારે 35 લોકોના મોત નિપજ્યા છે.
પંજાબ : અત્યાર સુધીમાં 27 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 1516 લોકો સંક્રમિત નોંધાયા છે.