નવી દિલ્હીઃ ઘણા નિષ્ણાત અને રાજ્ય સરકારોએ કોરોના વાઇરસના ભયને ઘ્યાનમાં રાખી કેન્દ્ર સરકારને લોકડાઉનનો સમય વધારવા આગ્રહ કર્યો છે.
જો કે, હજૂ આ અંગે અંતિમ નિર્ણય લેવાયો કે નહીં, તે અંગે માહિતી મળી નથી.
કોરોના વાઇરસને ફેલાતાં રોકવા માટે સમગ્ર ભારત 21 દિવસ માટે લોકડાઉન છે, જે 25 માર્ચના લાગૂ કરવામાં આવ્યું હતું.
આ અગાઉ તેલંગણાના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવે કહ્યું હતું કે, તે લોકડાઉન વધારવા માટે વડાપ્રધાન મોદીને વિનંતી કરશે.
તેમણે કહ્યું કે, જો લોકડાઉન પૂર્ણ કરવામાં આવે, તો રાજ્યમાં દર્દીઓની સંખ્યામાં મોટા પાયે વધારો થઇ શકે છે. હું 15 એપ્રિલ બાદ પણ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની તરફેણમાં છું. કારણ કે આપણે આર્થિક સમસ્યામાંથી નીકળી શકશું, પરંતુ જીવન નહીં આપી શકીંએ. લોકડાઉનને પૂર્ણ કરવામાં આવશે, તો વાઇરસના સંક્રમણના પ્રસારને રોકવો મુશ્કેલ બનશે.
કોવિડ-19ના કારણે 183 દેશોમાં 75,800થી વધુ લોકોનાં મોત થયાં છે અને 13.5 લાખથી વધુ લોકો પ્રભાવિત છે.
જ્યારે દેશમાં કોરોનાના 4,421 કેસની પુષ્ટી કરવામાં આવી છે અને આ વાઇરસના કારણે 144 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.