કોવિડ-19ની વર્તમાન સ્થિતિમાં સમાજને મદદરૂપ થવાના CSIRના સિદ્ધાંતને આગળ ધપાવતા તામિલનાડુમાં કરાઇકુડી ખાતે આવેલી તેની ઘટક લેબ CSIR-CECRI (સેન્ટ્રલ ઇલેક્ટ્રોકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) પણ એક કદમ વધુ આગળ વધી છે. આ લેબ પોતાની વૈજ્ઞાનિક સેવાઓ મારફતે કોવિડ-19ના શમનમાં સમાજને મદદ કરી રહી છે.
એક ટ્વીટમાં CSIR-CECRIએ તેણે લીધેલા વિવિધ પગલાંઓ અંગે માહિતી આપેલી છે.
![Central Electrochemical Research Institute](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/image0020o5w-1_0804newsroom_1586343646_248.jpg)
વર્તમાન સ્થિતિમાં સેનિટાઇઝર, હોસ્પિટલમાં મદદરૂપ ઉપકરણો અને વિવિધ ચેપ સામે શરીરને રક્ષણ આપતા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) અતિ આવશ્યક છે. તે દિશામાં CSIR-CECRIએ બનાવેલા પ્રયોગશાળા નિર્મિત PPEમાં સામેલ છેઃ
- WHOના માપદંડ મુજબ હૅન્ડ સેનિટાઇઝર (આઇસોપ્રોપેનોલ 75%, ગ્લિસરોલ 1.45%, હાઇડ્રોજન પેરોક્સાઇડ 0.125% અને સુગંધ માટે લેમનગ્રાસ
- કોપરેલ તેલ અને સોડિયમ હાયપોક્લોરાઇટ આધારિત ડિસઇન્ફેક્ટન્ટ સોલ્યુશનનો ઉપયોગ કરીને હાથ ધોવા માટેનું હૅન્ડ વોશ સોલ્યુશન. આ સોલ્યુશનો કન્ટેનરોમાં પેક કરવામાં આવ્યા હતા. તેના પર આ સોલ્યુશનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી છાપવામાં આવી હતી અને જરૂરિયાતમંદ સંસ્થાઓને મફતમાં વહેંચવામાં આવ્યા હતા. સેન્ટ્રલ ઇલેક્ટ્રોકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
સંસ્થાએ અત્યાર સુધીમાં 350 લિટર હૅન્ડ સેનિટાઇઝર, 250 લિટર હૅન્ડ વોશ સોલ્યુશન અને 1000 લિટર હાયપો-ડિસઇન્ફેક્ટન્ટનું વિતરણ કર્યું છે. સંસ્થાના લાભાર્થીઓમાં સામેલ છેઃ
- કરાઇકુડી મ્યુનિસિપલ કોર્પોરેશન
- દેવાકોટ્ટાઇ મ્યુનિસિપલ કોર્પોરેશન
- શિવાગંગા ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ હોસ્પિટલ
- સરકારી હોસ્પિટલ, કરાઇકુડી
- શિવાગંગા ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરી અને કરાઇકુડીની અંદર અને આસપાસના વિસ્તારમાં આવેલા અન્ય પોલીસ મથકો,
- તાલુકા કચેરી અને નજીકની પંચાયત કચેરીઓ તેમજ સક્કોટ્ટાઇ, કોટ્ટૈયુર, આર. એસ. પટ્ટિનમ, નેર્કુપ્પાઇના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો
- કેટલીક રાષ્ટ્રીયકૃત બેન્કો વગેરે.સેન્ટ્રલ ઇલેક્ટ્રોકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
વધુમાં, CSIR-CECRIએ તાજેતરમાં ગ્રામિણ મહિલાઓને ફેસ માસ્ક બનાવવા માટે ડિજિટલ ટ્રેઇનિંગ આપવાનું શરૂ કર્યું છે જેથી કરીને આ મહિલાઓ પોતાની અને પાડોશીઓની જરૂરિયાત સંતોષી શકે. બીજી તરફ ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવા 3ડી પ્રિન્ટવાળા ફેસ શીલ્ડનું ઇન-હાઉસ પ્રિન્ટિંગ કરવામાં આવ્યું છે અને તેને CSIR-CECRIના ડિસ્પેન્સરી સ્ટાફને ભેટમાં આપવામાં આવ્યા છે. આ માસ્ક આરોગ્ય કર્મચારીને દર્દીની છીંક, ખાંસી અને એરોસોલ ચેપ સામે અસરકારક રીતે રક્ષણ આપે છે.
-
@CSIR_CECRI @CSIR_IND
— CSIR-CECRI (@CSIR_CECRI) April 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Fight Against COVID-19:
CSIR-CECRI's activities published in PIB (Press Information Bureau, Government of India) today:https://t.co/TZ3ArdGGZc pic.twitter.com/mzK1xOej1R
">@CSIR_CECRI @CSIR_IND
— CSIR-CECRI (@CSIR_CECRI) April 8, 2020
Fight Against COVID-19:
CSIR-CECRI's activities published in PIB (Press Information Bureau, Government of India) today:https://t.co/TZ3ArdGGZc pic.twitter.com/mzK1xOej1R@CSIR_CECRI @CSIR_IND
— CSIR-CECRI (@CSIR_CECRI) April 8, 2020
Fight Against COVID-19:
CSIR-CECRI's activities published in PIB (Press Information Bureau, Government of India) today:https://t.co/TZ3ArdGGZc pic.twitter.com/mzK1xOej1R
- CSIR-CECRI ટૂંક સમયમાં એન્ટિમાઇક્રોબાયલ કાર્યક્ષમતાવાળું નવું ફેસ શીલ્ડ પણ બનાવી રહી છે.
- CSIR-CECRI ઇલેક્ટ્રોકેમિકલ હાયપો-ક્લોરાઇટ (ડિસઇન્ફેક્ટન્ટ)ના ઇલેક્ટ્રોકેમિકલ સંશ્લેષણ માટે CSIR-CECRIની પ્રખ્યાત ટેક્નોલોજીઓ પૈકીની એક ટેક્નોલોજી ટ્રાન્સફર પણ કરી રહી છે. આ ટેક્નોલોજી રસ ધરાવતા એક મધ્યમ અને લઘુ ઉદ્યોગને ટ્રાન્સફર કરવામાં આવી છે જાહેર સ્થળો, હોસ્પિટલો વગેરેમાં વ્યાપક ઉપયોગ માટે ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રેનું મોટા પાયે ઉત્પાદન કરશે.
- આવી રીતે CSIR-CECRI સમાજની અપેક્ષાઓ પર ખરી ઉતરી છે. કરાઇકુડીમાં CSIR-CECRIની સ્થાપનામાં મહાન દાતા ડૉ. આર. એમ અલાગપ્પા ચેટ્ટેરનું મોટું યોગદાન છે. તેમણે દાનમાં આપેલી જમીન અને આર્થિક સહાયને કારણે જ આ સંસ્થા જન્મ લઇ શકી હતી.સેન્ટ્રલ ઇલેક્ટ્રોકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR), નવી દિલ્હીના માર્ગદર્શ હેઠળ ચાલતી પ્રિમિયર સંશોધન સંસ્થા CSIR- સેન્ટ્રલ ઇલેક્ટ્રોકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નીચેના ક્ષેત્રોમાં સક્રિય છેઃ
- ઇલેક્ટ્રોકેમિકલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી
- કોરોઝન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ
- ઇલેક્ટ્રોકેમિકલ પાવર સોર્સિસ
- ઇલેક્ટ્રોકેમિકલ મટિરિયલ્સ સાયન્સ, વગેરે
CSIR-CECRI લેબોરેટરીઓ અને ખાનગી કંપનીઓની સાથે ભારતની અંદર અને ભારત બહાર કેટલાક પ્રોજેક્ટો ચલાવી રહી છે.