નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે દિલ્હી સરકારની લોક નાયક જયપ્રકાશ (LNJP) હોસ્પિટલમાં સુવિધાઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે હોસ્પિટલના કૉન્ફરન્સ રૂમમાં વરિષ્ઠ તબીબો સાથે બેઠક યોજી હતી.
ડૉક્ટરોએ ગૃહ પ્રધાનને સારવાર અંગે દર્દીઓની સંખ્યા, ત્યાં થતા મૃત્યુ અને બાહ્ય દિલ્હીમાંથી પ્રવેશ અંગે માહિતી આપી હતી. શાહે હોસ્પિટલમાં કોરોના દર્દીઓના મોત, રિકવરી અને અન્ય વિગતો વિશે પૂછપરછ કરી હતી.
-
At Delhi’s LNJP hospital to review the preparedness related to COVID-19. https://t.co/WA3FLyByUM
— Amit Shah (@AmitShah) June 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">At Delhi’s LNJP hospital to review the preparedness related to COVID-19. https://t.co/WA3FLyByUM
— Amit Shah (@AmitShah) June 15, 2020At Delhi’s LNJP hospital to review the preparedness related to COVID-19. https://t.co/WA3FLyByUM
— Amit Shah (@AmitShah) June 15, 2020
ગૃહપ્રધાને હોસ્પિટલ વહીવટીતંત્ર પાસેથી માહિતી લીધી હતી કે, દિલ્હીના કેટલા દર્દીઓ અને અન્ય રાજ્યોના કેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.
પ્રશાસને દાવો કર્યો છે કે, 97 ટકા લોકો કોરોના સારવાર બાદ ઘરે ગયા છે. આ હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં થતી અવ્યવસ્થા વિશે માહિતી મળ્યા પછી, તેઓ હોસ્પિટલમાં સુવિધાઓનું નિરીક્ષણ કરવા આવ્યા હતા.
શાહે એક દિવસ પહેલા દિલ્હીમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજી હતી અને રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસ (કોવિડ -19)થી ઉદભવેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.