ETV Bharat / bharat

કોરોના વાયરસના દેશમાં વધુ 4 કેસ નોંધાયા, દેશના 30 એરપોર્ટ પર સઘન તપાસ કેન્દ્ર શરુ

કોરોનાને લઈ આજે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન, દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ વચ્ચે બેઠક થઈ હતી.

કોરોના વાયરસ કે દેશમાં વધુ 4 દર્દી નોંધાયા, 30 એરપોર્ટ પર સઘન તપાસ

author img

By

Published : Mar 9, 2020, 11:45 PM IST

નવી દિલ્હીઃ ભારતમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. આજે દેશમાં ચાર નવા કેસ નોંધાયા છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, કેરળ અને જમ્મુ-કાશ્મીરમાં ખતરનાક વાયરસના દર્દી મળી આવતાં દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા વધીને 43 પર પહોંચી છે.

મળતી માહિતી મુજબ, આ ચારેય દર્દીઓ તાજેતરમાં જ વિદેશથી પરત ફર્યા છે. છેલ્લા 9 કલાકમાં જ નવ નવા મામલા સામે આવ્યા છે. રવિવારે કેરળમાં એક જ પરિવારના પાંચ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

કોરોનાને લઈ આજે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન, દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને દિલ્હીના સીએમ કેજરીવાલ વચ્ચે બેઠક થઈ હતી. બેઠક બાદ હર્ષવર્ધને જણાવ્યું, 18 જાન્યુઆરીથી સાત એરપોર્ટ પર યૂનિવર્સલ સ્કેનિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને હાલ 30 એરપોર્ટ કરવામાં આવી રહ્યું છે. તમામ મુસાફરોનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 8,74,708 મુસાફરોનું સ્ક્રીનિંગ કરાયું છે. ભારતમાં તપાસ માટે 46 લેબ સક્રિય છે.

કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે, અમે લોકોને ફોન પર કોરોના વાયરસ અંગે જાણકારી આપી રહ્યા છે. આ માટે રિંગટોન દ્વારા કોરોના વાયરસથી લોકોને સાવચેત કરી રહ્યા છીએ.

આ ઉપરાંત રાજ્યો કોરોના વાયરસનો સામનો કરવા રેપિડ એક્શન ટીમ બનાવવા કહેવામાં આવ્યું છે. અમે કોરોના વાયરસને લઈ તમામ રાજ્યોને વિસ્તૃત સૂચનો મોકલી રહ્યા છીએ. રાજ્યોનો કોરોના વાયરસનો સામનો કરવા લેબ અને મેન પાવર મજબૂત કરવા જણાવ્યું છે. સ્થાનીક ભાષામાં લોકોને કોરોના વાયરસ અંગે માહિતી આપવા જણાવાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.