દેશદ્રોહની કલમ હેઠળ ગુનો નોંધાયો
વકીલ આલોક અલખ શ્રીવાસ્તવ તરફથી દાખલ કરાયેલી આ ફરિયાદના આધારે દિલ્હી પોલીસની સ્પેશિલ સેલે શેહલા રાશિદ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 124એ, 153 એ, 504 અને કલમ 505 હેઠળ ફરિયાદ નોંધાવી છે.
કોર્ટમાં સુરક્ષા માટે અપિલ કરી હતી
ફરિયાદ નોંધાતા શેહલા રાશિદે પટિયાલા હાઉસ કોર્ટમાં ધરપકડને લઈ સુરક્ષાની માગ કરી હતી. સુનાવણી દરમિયાન શેહલા રાશિદ તરફથી વકીલ અકરમ ખાન અને શારિક ઈકબાલે કોર્ટમાં કહ્યું હતું કે, 17 ઓગસ્ટના રોજ શેહલા રાશિદે કરેલા ટ્વીટને આધાર બનાવી ફરિયાદ નોંધાવી છે.
શેહલા રાશિદ તપાસમાં સહયોગ કરવા તૈયાર
સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું હતું કે, હજી સુધી શેહલા રાશિદને પોલીસ તરફથી કોઈ નોટિસ આપવામાં આવી નથી. જો કે, શેહલાએ આ કેસમાં સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર હોવાનું કહ્યું છે.
તપાસમાં 6 અઠવાડીયાનો સમય લાગશે
દિલ્હી પોલીસે કહ્યું છે કે, આ સંબંધમાં સેના તરફથી કોઈ જ ફરિયાદ મળી નથી. પોલીસે આ અંગે જણાવ્યું છે કે, આ કેસમાં તપાસ માટે તેમને વધું સમય જોઈએ છે. દિલ્હી પોલીસે તપાસ માટે 6 અઠવાડિયાનો સમય માગ્યો છે. ત્યાર બાદ કોર્ટે કહ્યું હતું કે, આ કેસમાં ઊંડી તપાસ કરવાની જરૂર છે. કોર્ટે શેહલાને આ કેસમાં સંપૂર્ણ પણે સહયોગ કરવા આદેશ આપ્યો છે.
ટ્વીટને આધાર બનાવી કાર્યવાહી કરવા માગ
શેહલા રાશિદે 18 ઓગસ્ટના રોજ કરેલા ટ્વીટને આધાર માની વકીલ આલોક અલખ શ્રીવાસ્તવે પોતાની ફરિયાદમાં ભારતીય દંડ સંહિતાની કલમ 124એ, 153 એ, 504 અને કલમ 505 હેઠળ ગુનો દાખલ કર્યો છે.