આ સાથે જ સીબીઆઇએ ન્યાયાધીશ સંજીવ અગ્રવાલે પ્રારંભિક તપાસ કરનારા અધિકારી અજય કુમાર બસ્સીને 28 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં પેશ થવા નિર્દેશ કર્યો છે.
આ સમગ્ર સમગ્ર મામલે CBIની તપાસ પર કોર્ટે ગત અઠવાડિયે નારાજગી વ્યક્તિ કરી હતી અને પૂછ્યું હતું કે, જે આરોપીઓની મોટી ભૂમિકા છે. તેઓ ખુલ્લેઆમ કેમ ફરી રહ્યાં છે. જ્યારે એજન્સી પોતાના DSP ની ધરપકડ કરી ચૂકી છે.
CBI એ અસ્થાના અને DSP દેવેન્દ્ર કુમારનું નામ બંને મામલે આરોપી બનાવવા માટે ચોક્કસ પૂરાવા નથી. તેમના નામ આરોપપત્રના કોલમ 12માં લખવામાં આવી હતી. દેવેન્દ્ર કુમારની 2018માં ધરપકડ કરવામાં આવી હતી.
CBIએ હેદરાબાદના વેપારી સતીશ સનાની ફરિયાદના આધારે અસ્થાનાના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. મીટ વેપારી મોઇન કુરેશી વિરુદ્ધ 2017 ના મામલે સના પર પણ તપાસ ચાલી રહી છે.