નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ટિહરીના રહેવાસી કમલેશ ભટ્ટ નમના યુવકનું 17 એપ્રિલે અબુધાબીમાં મોત થયું હતું. તે ત્યાં એક કંપનીમાં કાર્ય કરતો હતો. સૂચના મળ્યા બાદ પરિવારવાળાએ વિદેશ મંત્રાલયથી તમામ જરૂરી અનુમતિ મેળવી હતી. 23 એપ્રિલે તેનો મૃતદેહ ભારત આવ્યો હતો, પરંતુ ગૃહ મંત્રાલયે એક સર્કુલરનો હવાલો આપીને તેને પરત મોકલવામાં આવ્યો હતો.
જે બાદ કમલેશ ભટ્ટના પિતરાઇ ભાઇ વિમલેશ ભટ્ટે શનિવારે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. વિમલેશે અવ્રજન વિભાગના નિર્ણય વિરૂદ્ધ અપીલ કરી હતી. તે અનુસાર વિભાગે તેને ગૃહ મંત્રાલયનું તે સર્કુલર પણ આપ્યું ન હતું. જેના આધાર પર કમલેશના મૃતદેહને પરત મોકલાયો હતો.
વિમલેશના વકીલ રિતુપર્ણ ઉનિયાલે જણાવ્યું કે, અમે કોર્ટથી કેન્દ્ર સરકારને નિર્દેશ આપવાની અપીલ કરી છે. જેથી કમલેશના મૃતદેહને ભારત પરત લાવી શકાય. જસ્ટિસ સંજય સચદેવાએ કેસની સુનાવણી કરી હતી. કેન્દ્ર સરકારના વકીલ કીર્તિમાન સિંહે નોટિસ મેળવી હતી. સુનાવણી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવી હતી. ઉનિયાલે ઇટીવી ભારતને જણાવ્યું કે, રજા મળ્યા છતાં માનવીય સંવેદનાના આધાર પર સમગ્ર કેસની કોર્ટે સુનાવણી કરી હતી.
અતિરિક્ત સોલિસિટર જનરલ મનિન્દર આચાર્યે કોર્ટમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર સંબંધિત દુતાવાસે સમગ્ર જાણકારી મેળવી છે, જેથી કમલેશના મૃતદેહને ભારત લાવી શકાય. તેમણે કહ્યું કે, સરકારના વરિષ્ઠ અધિકારી આ કેસને જોઇ રહ્યા છે.
ત્રણ ભારતીય મૃતદેહો દુબઇમાં જ છે. સુત્રો અનુસાર અન્ય 2 મૃતદેહ પંજાબના છે. મળતી માહિતી મુજબ આ ત્રણેયમાંથી કોઇનું મોત કોરોનાને લીધે થયું નથી. કમલેશનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ઇટીવી ભારતની પાસે તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટની કોપી પણ ઉપલબ્ધ છે.
આ સમાચાર બાદ ઇટીવી ભારતે ગૃહ મંત્રાલય અને વિદેશી મંત્રાલય બંનેનો સંપર્ક કર્યો હતો. ઇટીવી ભારત સતત પરિવારવાળાના સંપર્કમાં છે.
ઇટીવી ભારતમાં આ સમાચાર પ્રકાશિત થયા બાદ શનિવારે ગૃહ મંત્રાલયે એક સ્પષ્ટીકરણ આપ્યું હતું. જે અનુસાર આગળ કોઇ ભ્રમની સ્થિતિ ના રહે, તે માટે એખ નિર્ધારિત પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે.
જો આગળ આ રીતનો કોઇ કિસ્સો સામે આવે છે, તો સ્વાસ્થય મંત્રાલય અને વિદેશ મંત્રાલયથી NOC મેળવ્યા બાદ મૃતદેહોને લાવી શકાય છે.