વારાણસીઃ કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં જિલ્લા જજ ઉમેશ ચન્દ્ર શર્માની અદાલતે સુન્ની વકફ બોર્ડ પર ત્રણ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં હવે આગામી સુનાવણી 13 ઓક્ટોબરે થશે.
શ્રી કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ મામલામાં જિલ્લા જજે સુન્ની વકફ બોર્ડની અપીલનો સ્વીકાર કર્યો છે. વકફ બોર્ડે કોર્ટમાં અપીલ કરી હતી કે આ મામલાને વકફ ટિબ્યુનલ લખનઉમાં ચલાવવામાં આવે. આ અપીલ કોર્ટના નિર્ધારિત સમય બાદ કરી હોવાથી કોર્ટે સુન્ની વક્ફ બોર્ડ પર ત્રણ હજારનો દંડ ફટાકાર્યો છે.
સન્ની સેન્ટ્રલ વકફ બોર્ડના વકીલે સિવિલ જજના નિર્ણય વિરુદ્ધ નિરીક્ષણ અરજી દાકલ કરવામાં મોડુ થવા બદલ ક્ષમા માંગવા જિલ્લા જજ અદાલતમાં પ્રાર્થના પત્ર પ્રસ્તુત કર્યો હતો. આ અરજી પર વાદમિત્રએ નિર્ધારિત સમય બાદ પ્રાચીન મૂર્તિ સ્વયંભુ જ્યોતિર્લિંગ ભગવાન વિશ્વેશ્વરનાથ દ્વારા દાખલ કરેલી અરજી પર વાંધો ઉઠાવ્યો હતો. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય માટે 6 ઓક્ટોબરની તારીખ નક્કી કરી હતી.
આ કેસમાં ભગવાન વિશ્વેશ્વર નાથ વતી વકીલ વિજય શંકર રસ્તોગીએ જણાવ્યું હતું કે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને અંજુમન ઇંતજામિયા મસાજિદે આ કેસની સુનાવણી માટે સિવિલ જજ (સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક) ના અધિકાર ક્ષેત્રને પડકાર આપ્યો હતો.