ચંદીગઢ/મુંબઇઃ મહારાષ્ટ્રના પુણેમાં, પંજાબના હોશિયારપુરમાં અને કર્ણાટકના બેંગલુરમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યાં હતાં. પુણેમાં નવા બે કેસ સામે આવ્યાં હતાં, જ્યારે પંજાબ અને બેંગલુરૂમાં એક-એક કેસ સામે આવ્યો છે. કોરોના વાયરસથી અસર થનાર લોકોમાં 16 ઇટલીના લોકોનો પણ સમાવેશ થયો છે.
પંજાબનો વ્યક્તિ ઇટલીથી પરત ફર્યો હતો અને તેની અમૃતસર એરપોર્ટમાં કરવામાં આવેલ તપાસમાં કોરોનાથી સંક્રમિત હોવાનું જોવા મળ્યું હતું, હાલ તેને અમૃતસરની એક સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.
પુણેમાં વાયરસના નમુનાની તપાસમાં વ્યક્તિને કોરોના વાયરસની અસર જોવા મળી હતી, જ્યારે તેની પત્ની અને છોકરાઓની રિપોર્ટ નેગેટીવ આવી હતી. જ્યારે પંજાબમાં વાયરસથી અસર થયેલા લોકોની સંખ્યા 10 પર પહોંચી છે. દરેક વ્ચક્તિને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. પુણેના અધિકારીએ જણાવ્યું કે, વાયરસનો અસર થનાર વ્યક્તિ દુબઇથી પરત ફર્યા હતા અને તેમને પૃથક વોર્ડમાં રાખવામાં આવ્યાં છે.