કોચીઃ સમગ્ર વિશ્વ સહિત દેશ હાલ કોરોના વાઇરસ સામે લડી રહ્યો છે, ત્યારે કેરળ હાઇકોર્ટે રાજ્યમાં કોવિડ-19 સામે લડતા કર્મચારીઓના પગાર કાપવાના રાજ્ય સરકારના આદેશના અમલીકરણ માટે બે મહિના માટે સ્ટે મુક્યો છે.
ન્યાયાધીશ બેચુ કુરિયન થોમસ દ્વારા સરકારના નિર્ણયને પડકારતી કર્મચારીઓ અને તેમની સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી અરજીઓના સમૂહને ધ્યાનમાં રાખીને વચગાળાના આદેશ જાહેર કર્યા હતા.
આ આદેશમાં સરકારે કહ્યું કે, રાજ્ય સરકારના કર્મચારીઓના દર મહિને 6 દિવસનો પગાર આવતા પાંચ મહિના સુધી કાપવામાં આવશે.
આ આદેશમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ રાજ્યની સરકારની તમામ માલિકીની એન્ટરપ્રાઇઝ, જાહેર ક્ષેત્ર, અર્ધ સરકારી સંસ્થાઓ, યુનિવર્સિટીઓ વગેરેના કર્મચારીઓને લાગુ પડશે.
જો કે, તે સ્પષ્ટ હતું કે, મહિને 20,000 રૂપિયાથી ઓછી આવકવાળા કર્મચારીઓના પગારમાં કોઇ ઘટાડો થશે નહીં.
આ આદેશમાં એમ પણ સૂચવવામાં આવ્યું છે કે, પ્રધાનો, ધારાસભ્યો, રાજ્યના બોર્ડના સભ્યો, સ્થાનિક સંસ્થાઓ અને કમિશનને એક વર્ષ માટે 30 ટકા ઓછો પગાર મળશે.