મુંબઈ: કોરોનાની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં થઈ છે. 24 કલાકમાં નવા 552 કેસ આવ્યા છે અને 19 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 251 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 5218 કેસ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. મુંબઈમાં કુલ 3451 કેસ છે અને 151 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં આજે 19 મોત થયાં છે. જેમાં 10 પુરુષ અને 9 મહિલાઓ છે. જેમની ઉંમર 60થી વધારે હતી. 150 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના મુંબઈ સ્થિત નિવાસસ્થાને 2 મહિલા પોલીસકર્મી કોરોના પોઝિટિવથી સંક્રમિત થઈ છે. ત્યારબાદ 6 પોલીસ કર્મીને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.