નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઇરસની સતત વધતી અસરની વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં કોરોના વાઇરસ સમાજમાં ફેલાઇ રહ્યો નથી. એટલે કે જો કોઇ એક વ્યક્તિમાં પોઝિટિવ લક્ષણ જોવા મળ્યા તો તેનો અર્થ એ એવો ન થાય કે તેના કારણે આખા વિસ્તારમાં તેની અસર ફેલાઇ જશે. દેશમાં સતત આવી રહેલા પોઝિટિવ કેસની વચ્ચે આ રાહત આપનારા સમાચાર બની શકે છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે દાવો કર્યો છે કે, દેશના અલગ અલગ હિસ્સામાંથી 1000 રેન્ડમ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ એવા વ્યક્તિઓ હતા કે જે નહોતા વિદેશ ગયા કે કોઈ એવા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા જે વિદેશ ગયા હોય. આ સેમ્પલના આધારે સામે આવ્યુ છે કે, ભારતમાં હજી કોરોના વાઇરસે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ નથી કે એક બીજાના સંપર્કમાં આવવાથી પ્રસરી જાય. આઈસીએમઆર દ્વારા હવે આ રીતે દર સપ્તાહે રેન્ડમ સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવશે. જેના પરિણામોના આધારે સરકાર દેશમાં કોરોના વાઇરસ સામે લડવાની નીતિમાં જરૂર પડે તો ફેરફાર કરતી રહેશે.
ICMRની તપાસ મુજબ:
- દેશની 52 ટેસ્ટિંગ લેબમાંથી કુલ 100 સેમ્પલ લેવામાં આવ્યા. દરેક લેબમાંથી લગભગ 20 સેમ્પલ.
- આ એ 1000 લોકો હતા જેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નહોતી, એટલે કે તેઓએ કોઇ વિદેશ યાત્રા નહોતી કરી.
- 17 માર્ચે પહેલા 500 સેમ્પલની રિપોર્ટ આવી, તેમા તમામ નેગેટિવ નીકળ્યા હતા.
- ICMR હવે દરેક સપ્તાહે આ પ્રકારે સેમ્પલ લેશે અને તેમની તપાસ કરશે.
- આ પરીણામોના આધારે કેન્દ્ર સરકાર દેશમાં કોરોના વાઇરસના સેમ્પલના તપાસની રણનીતિમાં બદલાવ કરતી રહેશે