ETV Bharat / bharat

કોરોનાવાયરસ અને અર્થવ્યવસ્થા: સરકાર અને આપણા સહુની સામે બેવડા પડકારો - ભારતની અર્થવ્યવસ્થા

મંતવ્ય વ્યક્ત કરતા આ લેખમાં પ્રતિષ્ઠિત પત્રકાર શેખર ઐયરે જણાવ્યું છે કે સરકારે લોકોનાં જીવનનું રક્ષણ કરવા અને લોકોની આજીવિકાને સુરક્ષિત બનાવવા વચ્ચે યોગ્ય સંતુલન રાખવું પડશે. તેમણે એમ પણ સૂચવ્યું છે કે બિનસંગઠિત ક્ષેત્રના લાખો લોકોને બચાવવા માટે સરકારે રોકડના હસ્તાંતરણ (કેશ ટ્રાન્સફર) સહિતની આક્રમક નુકસાની વળતર યોજનાઓ લાવવી જોઈએ.

Coronavirus and the economy
Coronavirus and the economy
author img

By

Published : Mar 26, 2020, 10:19 AM IST

નવી દિલ્હીઃ ભારતમાં કોવિદ-19 ગ્રસ્ત 400 (519)થી વધુ કેસો અને 10થી વધુ મૃત્યુ થતાં હવે આ મહામારીનો ભય વધુ સ્પષ્ટ બન્યો છે.

આપણે કદાચ આ મહામારીની આપણી જિંદગી અને અર્થવ્યવસ્થા ઉપ થતી અસરને સમજી શકવા અસમર્થ છીએ. પરંતુ આપણને એ વાતની ચોક્કસ જાણ છે કે એની ઘણી દૂરગામી અસરો પડશે, જેનાથી આપણી અર્થવ્યવસ્થા ભારે અનિશ્ચિતતામાં ગરકાવ થશે.

19મી માર્ચના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રને સંબોધન સુધી તો સમગ્ર દેશને એ વાતનીયે ખબર ન હતી કે કોવિદ-19 નામની મહામારી ખરેખર એક પડકાર છે, જે પ્રત્યેક નાગરિકને અસર કરે છે.

22મી માર્ચે જનતા કર્ફ્યુની સફળતા પછીના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્ય સરકારોને લોકડાઉનના નિયમો યોગ્ય રીતે પાળવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો હતો.

રાષ્ટ્રવ્યાપી લોકડાઉન

આવનારા દિવસોમાં ભારત સ્વતંત્રતા પછીની તેની સૌથી મોટી લડાઈ લડશે.

કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને સ્થાનિક સત્તાઓને બીમારીના પ્રસરણનું ચક્ર અટકાવવા માટે સંપૂર્ણ લોકડાઉન અમલી કરવાની ફરજ પડી છે.

અર્થવ્યવસ્થા અને બીમારીનો વ્યાપ અટકાવવો પરસ્પર સંબંધિત છે. જ્યારે એક પણ વ્યક્તિ ઘરની બહાર નથી નીકળતો, કોઈ વેપાર કાર્યરત નથી અને બધું જ સ્થગિત છે, ત્યારે બીમારી એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ફેલાય તેવી સંભાવના ઘટે છે.

પરંતુ તેનાથી અર્થવ્યવસ્થા ઉપર જબરદસ્ત ફટકો પડે છે. સ્વાસ્થ્યનાં પગલાં જેટલાં હળવાં, એટલું ઓછામાં ઓછું ટૂંકા ગાળામાં તો આર્થિક ફટકાર ઓછો.

છતાં, આર્થિક લાભ કરતાં મનુષ્યોનાં જીવન વધુ કિંમતી છે.

અત્યાર સુધી કેન્દ્ર સરકાર લોકોનાં જીવનની સુરક્ષા અને લોકોની આજીવિકા બચાવવા વચ્ચે યોગ્ય સંતુલન જાળવવાનો પ્રયાસ કરતી હતી.

કટોકટી અને ગભરાટના સમયે રસ્તો શોધવા માટે લોકો હંમેશા સરકાર સામે નજર માંડે છે.

જો આ બીમારી 15મી મે સુધીમાં કાબૂમાં આવી ગઈ, તો પરિસ્થિતિ સંભાળી શકાય તેમ હશે, એમ અધિકારીઓ અને ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓનું કહેવું છે.

પરંતુ જો તેને કાબૂમાં આવતાં વધુ સમય લાગે, તો આર્થિક પ્રવૃત્તિઓમાં અવરોધોની અસર આગામી નાણાં વર્ષે પણ જોવા મળશે.

વડા પ્રધાને જાહેર કર્યું છે કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમનના અધ્યક્ષસ્થાને અર્થવ્યવસ્થા ઉપર પડનારી નકારાત્મક અસરનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ગંભીર કટોકટીનો સામનો કરવો પડે તેમ હોય, તેવાં પ્રત્યેક ક્ષેત્ર માટે રાહત પેકેજ જાહેર કરાશે.

ભારતીય બજારોમાં શેર્સ ઊંધા માથે પછડાયા છે - સૂચકાંકો લગભગ દરરોજ નવું તળિયું જુએ છે.

અર્થશાસ્ત્રીઓના મતે સંપૂર્ણ લોકડાઉનનો એક દિવસ એટલે ચીજવસ્તુઓ અને સેવાઓનું શૂન્ય ઉત્પાદન અને જીડીપી ઉપર રૂા. 50,000 કરોડનો ફટકો.

10 દિવસનું લોકડાઉન એટલે રૂા. પાંચ લાખ કરોડ અથવા 3.4 ટકા જીડીપીનો ફટકો.

ક્ષેત્રવાર અસર

સરકાર રાહત માટે ઝીણવટભરી યોજના તૈયાર કરી રહી છે કેમકે પ્રત્યેક મોટા ઉદ્યોગને તેના આગવા પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલવાના હોય છે. જ્યારે શટડાઉન પૂરું થશે, ત્યારે જ વિવિધ ક્ષેત્રો ઉપર તેની કેટલી અસર થઈ તેનો તાગ મેળવી શકાશે.

આપણને ખબર છે કે અત્યારે કૃષિ ક્ષેત્ર અત્યંત નાજુક સ્થિતિમાં છે, કેમકે રવી પાકની લણણીની સિઝન શરૂ થઈ છે.

લોકડાઉનના અમલને પગલે પુરવઠાની તંગી સર્જાય તેવી સંભાવના છે, જેની અસર ખેડૂતોની આવક ઉપર પડશે.

મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કાચા માલના પુરવઠાની તંગીને કારણે પુરવઠાની સાંકળમાં ગંભીર સમસ્યાઓ સર્જાવાને આરે છે.

જો સરકાર માળખાકીય પ્રવૃત્તિઓ માટે ફાળવવામાં આવેલા બજેટની પૂરેપૂરી રકમ રાહત જરૂરિયાતોને પહોંચી વળવા ઉપયોગમાં લેશે તો સ્ટીલ અને સિમેન્ટ જેવા ઉદ્યોગોને ફટકો પડવાની શક્યતા છે.

જ્યારે રોકાણની પ્રવૃત્તિઓ મંદ હોય ત્યારે સર્વિસીઝ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રનું ચાલક બળ બને છે. પરંતુ અત્યારે ઉડ્ડયન, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, પ્રવાસન, રિટેઇલ મોલ્સ અને મનોરંજન સહિતનાં ક્ષેત્રોને મહામારી ફાટી નીકળવાથી મોટો ફટકો પડ્યો છે.

નિશ્ચિત આવક સહાયની જરૂર

અનૌપચારિક અર્થવ્યવસ્થાનાં વધુ સંવેદનશીલ ક્ષેત્રોનું શું ? સરકારે નાણાંકીય શિસ્ત અને ખાધના ગુણોત્તરનાં તમામ સિદ્ધાંતો કોરાણે મૂકી દેવાં જોઈએ અને લોકોની આજીવિકાના રક્ષણ માટે રોકડ લાભ આપવા જોઈએ ? નાગરિકો કેટલું બલિદાન આપવા તૈયાર છે ?

તાજેતરમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વડા પ્રધાન સાથે વાતચીત કરનારા ભારતના ઉદ્યોગ અગ્રણીઓએ બિનસંગઠિત ક્ષેત્રના લાખો લોકોને રોકડના સીધા હસ્તાંતરણ માટે આશરે રૂા. 2-3 લાખ કરોડનું પેકેજ જાહેર કરવા વિનંતી કરી હતી.

આ લોકોએ કોવિદ-19 ફાટી નીકળવાને કારણે સર્જાયેલી કટોકટીમાં પોતાની નોકરીઓ ગુમાવી છે.

વડા પ્રધાને વેપાર-ઉદ્યોગોને કર્મચારીઓને છૂટા ન કરવા કે તેમના પગાર નહીં કાપવા સતત વિનંતી કરી હોવાથી સરકારનું પોતાનું ધ્યાન પણ પગાર અને પેન્શનની ચૂકવણીઓ ચાલુ રહે અને બેરોજગારી માટેની યોજનાઓને ભંડોળ મળતું રહે, તેના ઉપર રહેશે.

આ જ સમયે, ખાનગી ક્ષેત્રની આવક પણ ઘટી હોવા છતાં, સરકાર તેના કર્મચારીઓને પગાર ચૂકવવા માટે દબાણ કરી શકશે નહી.

સરકારે આ તબક્કે રોકડ હસ્તાંતરણ સહિતની નુકસાની વળતર માટેની આક્રમક યોજનાઓ અમલી બનાવવી પડશે.

તમામ ધિરાણની ચૂકવણીમાં ત્રણ મહિનાનો વિલંબ માગવા ઉપરાંત ઉદ્યોગના અગ્રણીઓએ સરકારને વર્ષે રૂા. 5 લાખથી ઓછી આવક ધરાવતા લોકોના બેન્ક એકાઉન્ટમાં રોકડ ટ્રાન્સફર કરવાનું સૂચન પણ કર્યું હતું.

તેમણે વડા પ્રધાનને વિનંતી કરી હતી કે તમામ નાગરિકોને તેમના એકાઉન્ટમાં રોકડનું સીધું હસ્તાંતરણ (ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર) કરવામાં આવે.

કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્સ્ટ્રી (સીઆઈઆઈ)એ વડા પ્રધાનને 25 વર્ષથી ઓછી વયના લોકોને રૂા. 5,000ની એકવારની ચૂકવણી અને 65 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોને રૂા. 10,000 આપવાનું સૂચવ્યું છે.

કેશ ટ્રાન્સફર્સ, રાહત દરે ખાદ્યસામગ્રી, ધિરાણની સેવાની અવધિ લંબાવવી, વિના મૂલ્યે મેડિકલ સુવિધાઓ આપવી, મહત્ત્વની દવાઓના ભાવ ઘટાડવા વગેરે જેવાં પગલાં લઈ શકાય તેમ છે.

આર્થિક પ્રવૃત્તિઓ ખોરંભાતાં મહેસૂલી આવકમાં નાટ્યાત્મક ઘટાડાની સંભાવના વચ્ચે ભારતને આવાં પગલાં ભરવાં પરવડે તેમ છે ખરાં ? સરકારે તાત્કાલિક ધોરણે આ સંદર્ભે નિર્ણય લેવો પડશે.

આ અપવાદરૂપ પરિસ્થિતિ છે અને તેમાં અસાધારણ પગલાં જરૂરી છે. સરકાર જેમાંથી કોઈ માર્ગદર્શન મેળવી શકે, તેવી આ પ્રકારની કોઈ ઘટના ભૂતકાળમાં પણ બની નથી.

(લેખક : શેખર ઐયર. અહીં રજૂ કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.