જયપુરઃ જયપુરમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. જયપુર CBI ઓફિસ પણ કોરોનાથી બાકાત રહી નથી. શુક્રવારે સવારે કોરોના અહેવાલમાં સીબીઆઈના 2 ઓફિસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. બધા જ સીબીઆઈ કર્મચારીઓ હોમ ક્વૉરન્ટીન થઈ ગયાં છે. આ સાથે સીબીઆઈ ઓફિસને સ્વચ્છ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. બહારના લોકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
CBI ઓફિસમાં કાર્યરત એક પોલીસ ઈન્સ્પેક્ટર કોરોનાથી સંક્રમિત હતાં. બાદમાં તે બીજા એક કોન્સ્ટેબલના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ ઈન્સપેક્ટર અને કોન્સ્ટેબલને કોરોના ચેપ લાગ્યો હતો. બધા જ કર્મચારીઓએ પોતાને હોમ ક્વૉરન્ટીન કરી દીધાં છે. સીબીઆઈના એસપી પણ હોમ ક્વૉરન્ટીનમાં છે. આ સાથે, કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા પોલીસ કર્મચારીઓની તપાસ કરવામાં આવી રહી છે.
કોરોના પોઝિટિવ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલના સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓના નમૂના લેવામાં આવ્યા છે. તે જ સમયે, સીબીઆઈ ઓફિસમાં નિરીક્ષકો અને કોન્સ્ટેબલો જે રૂમમાં કામ કરે છે, તે રૂમને સીલ કરી દેવામાં આવ્યો છે. જો કે, સીબીઆઈની આખી ઓફિસ સીલ કરવામાં આવી નથી. અતિ આવશ્યક કામમાં રોકાયેલા સીબીઆઈ કર્મચારીઓને તેમનું તાપમાન લીધા પછી અને તેમને સેનિટાઇઝ કર્યા પછી જ ઓફિસમાં પ્રવેશ આપવામાં આવશે.