ETV Bharat / bharat

કોરોના વાયરસ: વુહાનમાં ફસાયેલા પાકિસ્તાની વિદ્યાર્થીઓને બચાવવા ભારત વિચાર કરી શકે છે - કોરોના વાયરસથી અસરગ્રસ્ત વુહાન શહેર

ચીનમાં કોરોના વાયરસનો કહેર શરૂ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ચીનમાંથી તમામ ભારતીયોને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે. બે વિમાનમાં 640 ભારતીય અને 7 માલદીવના નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે.

ETV BHARAT
કોરોના વાયરસ: વુહાનમાં ફસાયેલા પાકિસ્તાની વિદ્યાર્થીઓને બચાવવા ભારત વિચાર કરી શકે છે
author img

By

Published : Feb 7, 2020, 4:49 AM IST

નવી દિલ્હી: વિદેશ મંત્રાલયે ગુરૂવારે જણાવ્યું કે, ભારત કોરોના વાયરસથી અસરગ્રસ્ત હુબેઈ પ્રાંતમાંથી પાકિસ્તાની વિદ્યાર્થીઓને બચાવવા વિચાર કરી શકે છે. જો કે, મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, પાકિસ્તાને હજૂ સુધી આવો કોઈ અનુરોધ કર્યો નથી.

કોરોના વાયરસથી અસરગ્રસ્ત વુહાન શહેરમાં અને હુબેઈ પ્રાંતમાં ફસાયેલા પાકિસ્તાની વિદ્યાર્થીઓએ તેમને ચીનમાંથી બહાર લાવવા માટે ઈમરાન ખાનની સરકારને ઘણી વખત અપીલ કરી છે.

પાકિસ્તાની વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી અપીલના સંદર્ભે ભારત તેમને ત્યાંથી બચાવવામાં મદદ કરી શકે છે, એવા પૂછવામાં આવેલા પ્રશ્નમાં વિદેશ પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, પાકિસ્તાન સરકારે હજૂ સુધી કોઈ પ્રકારનો અનુરોધ કર્યો નથી, પરંતુ જો આ પ્રકારની કોઈ સ્થિતિ ઉત્પન્ન થશે તો પ્રાપ્ત સંસાધનોને ધ્યાનમાં રાખીને અમે આ અંગે વિચાર કરશું.

જો કે, તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે, અનુરોધમાં વિચાર કરવા માટે શરતો શું હશે. ભારત વુહાનમાંથી શનિવારે અને રવિવારે માલદીવના 7 નાગરિકો સહિત 654 લોકોને પરત લાવ્યું છે.

ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા પર પાકિસ્તાની વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને પોતાની સરકારને પણ આવું કરવા અંગે કહ્યું હતું.

આ વીડિયોમાં એક પાકિસ્તાની વિદ્યાર્થી ભારતીય વિદ્યાર્થીને એરપોર્ટ જવા માટે બસમાં મુસાફરી કરતાં જોઈ રહ્યો છે અને તે વિદ્યાર્થીએ કહ્યું કે, ભારત પોતાના નાગરિકોને બચાવી રહ્યું છે અને પાકિસ્તાન સરકાર કહી રહી છે કે, તમે જીવો કે મરો અમે તેને પરત લાવશું નહીં અથવા સુવિધા આપશું નહીં.

એક વાયરલ વીડિયોમાં તેમણે કહ્યું કે, તમારા પર શરમ આવે છે પાકિસ્તાન સરકાર. ભારત પાસેથી શીખો કે તે પોતાના લોકોનું ધ્યાન કેવી રીતે રાખે છે.

ચીનમાં પાકિસ્તાનના 28 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ છે. જેમાં 500 વિદ્યાર્થીઓ માત્ર વુહાનમાં છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ચીનમાંથી તમામ ભારતીયોને સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે. બે વિમાનમાં 640 ભારતીય અને 7 માલદીવના નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પ્રેસ કોન્ફરેન્સ કરીને જણાવ્યું કે, આ ઑપરેશનમાં ચીન સરકારે મદદ કરી છે જેની ભારત સરકાર પ્રસંસા કરે છે.

ચીનના તમામ ઈ-વિઝા હવે માન્ય નથી. આ ઉપરાંત સામાન્ય વિઝા પણ માન્ય નથી. કુમારે કહ્યું કે, જે લોકોને ભારત આવવાનું મોટૂં કારણ છે, તે લોકો ભારતીય એમ્બેસીનો વિઝા માટે સંપર્ક કરી શકે છે.

Intro:Body:

bl;ank

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.