નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વાઈરસથી દેશમાં મૃત્યુ પામનારાની સંખ્યા 543 થઇ ગઇ છે. તેમજ પોઝિટિવ કેસની સંખ્યા 17 હજાર 265 થઇ ગઇ છે.
આપને જણાવી દઇએ કે, આખી દુનિયા આ વાઈરસની દવા શોધવા પ્રયાસ કરી રહી છે. વૈજ્ઞાનિકો પણ આ મહામારી પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. રવિવારે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં દેશમાં 17,265 લોકો સંક્રમિત છે. જેમાં 2,547 લોકો સારવાર બાદ સ્વસ્થ થયાં છે. ભારતમાં કુલ 543ના મોત થયાં છે.
દિલ્હીમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 2 હજારથી પણ વધી ગઇ છે. તેમજ 45 લોકોનાં મોત થયાં છે.
રાજસ્થાનમાં કોરોના વાયરસના 19 નવા કેસ
રાજસ્થાનમાં કોરોના વાયરસના 19 નવા કેસ સામે આવ્યા છે. જેમાં કુલ સંક્રમિતની સંખ્યા 1495 થઇ ગઇ છે. તેમજ 24 લોકોના મોત થયાં છે.
ઉતરાખંડમાં 9 જિલ્લા કોરોના મુક્ત
ઉતરાખંડમાં 7 જિલ્લામાં કોરોના વાયરસનો એકપણ કેસ સામે આવ્યો નથી. તેમજ પૌડી અને અલ્મોડા જિલ્લામાં કોરોનાના એક એક કેસ સામે આવ્યા હતા. જેમાં તેઓ સારવાર બાદ સ્વસ્થ થઇ ગયા છે.આ સાથે ઉતરાખંડ કોરોના મુક્ત છે.
ગુજરાતમાં કોરોનાના નવા 93 કેસ
ગુજરાતમાં કોરોનાના નવા 93 કેસ સામે આવ્યા છે. તેમજ 4 નાં મોત થયાં છે. આ સાથે રાજ્યમાં કુલ 1939 સંક્રમિતની સંખ્યા થઇ ગઇ છે. જેમાં મોતની કુલ સંખ્યા 71 થઇ છે.
મહારાષ્ટ્રમાં 283 નવા કેસ, લોકડાઉનને પર સીએમ થયાં કડક
મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના વાયરસના 283 નવા કેસ આવ્યા છે. આ સાથે રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 4483 થઇ ગઇ છે. પ્રદેશમાં કુલ 223 મોત થયાં છે. જેમાં રાજ્યમાં લોકડાઉનના ઉલ્લંઘનના અહેવાલ પર સીએમ ઉદ્ઘવ ઠાકરે કહ્યું હતું કે, કોઇએ વિચારવું નહિ કે લોકડાઉન હટાવવમાં આવ્યું છે.
હિમાચલ પ્રદેશમાં 23 નવા કેસ
હિમાચલ પ્રદેશમાં 23 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2902 થઇ છે.
પ્રશ્વિમ બંગાલમાં કોરોનાના 54 નવા કેસ
પ્રશ્વિમ બંગાલના મુખ્ય સચિવ રાજીવ સિન્હા જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 54 નવા કેસ આવ્યા છે.
કેરલમાં કોરોનાના 6 નવા કેસ
કેરલમાં કોરોના સંક્રમણથી 6 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે રાજ્યમાં કુલ સંખ્યા 408 થઇ છે.
પંજાબમાં કોરોનાના 61 નવા કેસ
પંજાબમાં કોરોનાના 61 કેસ નવા આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 245 થઇ છે.
કર્ણાટકમાં કોરોનાના 24 નવા કેસ
કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 18 કેસ નવા આવ્યા છે. જેમાં રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 408 થઇ છે.
બોકારોમાં કોરોનાના નવા કેસ
ઝારખંડના બોકારોમાં નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતની કુલ સંખ્યા 42 થઇ છે.