ભુવનેશ્વર: કોરોના વાઇરસના ફેલાવાની વચ્ચે ઓડિશામાં ઘોર બેદરકારીના સામે આવી છે. સોમવારે બાલભદ્રપુર ગામમાં કોરોના વાઈરસના ડરને કારણે ગામલોકો સહિતના પરિવારના સભ્યોએ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવાનો ઈનકાર કરી દેતા મૃતદેહ ઘણા કલાકો સુધી રજળી પડ્યો હતો.
પોલીસ અને મેડિકલ ટીમ દ્વારા રંજન પ્રધાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જોકે, તેના મૃતકના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેનો કોરોના વાઈરસનો રિપોર્ટ નેેગેટિવ આવ્યો હતો.
રણજન પ્રધાન બેંગ્લુરુમાં વ્યાવસાય કરે છે. કેનઝાર જિલ્લામાં તેની ખરાબ તબિયતના કારણે હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યો હતો. તેને છાતીમાં દુખાવો તેમજ ઉબકાની તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
રાજ્યના ખોરધા જિલ્લામાં પણ આવા જ દ્રશ્ય જોવા મળ્યા હતા, જ્યાં તબીબી કર્મચારીઓની ટીમે ટ્રોલીમાં સવારી વખતે મૃત્યુ પામેલા શંકર જાનાના મૃતદેહને હોસ્પિટલ લઈ જવાની ના પાડી હતી.