કુડ્ડાલોર: કોરોનાના કારણે લાગેલા લોકડાઉનમાં કેટલાક લોકોએ પોતાની નોકરી ગુમાવી હતી. લોકડાઉનમાં ભૂખમરાથી બચવા માટે તમિલનાડુના શિક્ષક ટી.મહેશ્વરને નાસ્તાનો ધંધો શરૂ કર્યો હતો. એન્જીનિયરીંગ કોલેજમાંથી સારો પગાર મેળવનાર શિક્ષક મહેશ્વરન હવે પ્રતિદિન 800 રૂપિયા સુધીની કમાણી કરે છે. તેમણે લોકડાઉન દરમિયાન પોતાની નોકરી ગુમાવી હતી. આ નાના ધંધાથી તે ખૂબ જ ખુશ છે, તે તેઓ આ ધંધાને વધુ આગળ લઇ જવા માગે છે.
ટી.મહેશ્વરન માર્ચના અંત સુધી એક ખાનગી એન્જિનિયરીંગ કોલેજમાં કમ્પ્યુટર સાયન્સ વિભાગના વડા હતા. જેમણે કોરોનામાં લાગેલા લોકડાઉનમાં પોતાની નોકરી ગુમાવી દીધી હતી. જે પછી તેમણે નાસ્તો બનાવી વેચવાનું કામ શરૂ કર્યું હતું અને તેમાંથી રોજગાર મળ્યો હતો. આ ધંધામાં તેઓ કોલેજના પગાર કરતાં વધુ પૈસા કમાઇ રહ્યા છે.
મહેશ્વર આ અંગે જણાવે છે કે, તમિલનાડુમાં બેરોજગાર એન્જીનિયરીંગની સંખ્યા વધુ છે અને છેલ્લા કેટલાક વર્ષોથી એન્જીનિયરીંગ કોલેજોમાં પ્રવેશમાં પણ મોટો ઘટાડો થયો છે. તેમણે બાળકોને સારું શિક્ષણ આપવા માટે શિક્ષકનો વ્યવસાય પસંદ કર્યો હતો.
ટી.મહેશ્વરન આ મુરુક્કુ ધંધાનો પૂરો શ્રેય તેમની પત્નીને આપે છે. એક દિવસ તેમની પત્નીએ તેમને સાંજના નાસ્તામાં મુરુક્કુ ખવડાવ્યા હતા, જે તેને ખૂબ સારા હતા. પછી તેમણે આ મુરુક્કુનો નાનો ધંધો શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. મુરુક્કુ ધંધાથી મહેશ્વરન એક દિવસમાં આશરે 800 રૂપિયા કમાય છે. તેમણે કહ્યું કે, હવે તેઓ આ નાના ધંધાને વિસ્તૃત કરવાની યોજના બનાવી રહ્યા છે.
ખાનગી કોલેજના શિક્ષક ટી.મહેશ્વરને નાનો ધંધો કરી આજની યુવા પેઢીને સંદેશ આપ્યો છે. આજના યુવા નાની નાની બાબતોથી નિરાશ થતા હોય છે અને ખોટું પગલું ભરે છે. નોકરી ગુમાવ્યા પછી પણ મહેશ્વરન તેની જીંદગીથી નિરાશ નથી થયા. તેમણે કંઇક અલગ વિચાર્યું અને પોતાની જાતને બીજી તક આપી.