જ્યારે કોંગ્રેસે ગૃહમાં કહ્યું હતું કે, ભાજપ સરકારે સરદારની સ્ટેચ્યુ ઓફ યુનિટીને લોખંડનાં ભંગારથી નિર્મિત કરી છે. જેને લઈને ગૃહમાં ભારે હોબાળો થયો હતો. જેને લઈને ભાજપની માંગણી હતી કે, કોંગ્રેસ ગૃહમાં જ માફી માંગે પણ ફરીથી માફી ન માંગતા ગૃહને બીજી વખત મુલતવી રાખવામાં આવ્યું હતું. આ બાબતે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન થયેલા હોબળા બાદ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ બેઠક બોલાવી હતી, જેમાં વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર સિનિયર નેતા પૂંજા વશ, વિરજી ઠુમમર સહિત રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચૂડાસમા અને નીતિન પટેલ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમ છતાં પણ કોઈ આ બાબતમાં કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નહોતું.
આ હોબળા બાબતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, સ્ટેચ્યું ઓફ યુનિટી બાબતે હું ગૃહને જાણકારી આપી રહ્યો હતો, ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના પ્રશ્ન પૂછ્યો કે, સરકારે ભંગાર ભેગો કરીને સરદારની પ્રતિમા બનાવી છે. જેથી કોંગ્રેસે સરદારનું ખુબ મોટું અપમાન કર્યું છે. આ બાબતને લઈ ભાજપનાં ધારાસભ્યો ગૃહમાં ઉભા થયયાં હતાં. પ્રતિમા વિશે જે શબ્દો વાપર્યા છે, તે પાછા ખેંચવાની વિનંતી કરી હતી, જેમાં કોંગ્રેસ ભાજપ વચ્ચે ખૂબ સુત્રોચ્ચા થયાં હતાં. પરેશ ધાનાણીએ 3 વખત આવા શબ્દોનો ઉપયોગ કરતા ગૃહની કાર્યવાહી મુલતવી રાખવી પડી હતી.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
ધાનાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભાંગર સાથે સરખાવતા ભાજપે ચિમકી આપી હતી કે, સમગ્ર રાજ્યમાં પરેશ ધાનાણીનો વિરોધ કરવામાં આવશે. જો તેઓ માફી નહીં માંગે તો આવતીકાલથી મોટો આક્રોશ થશે. ભાજપના કાર્યકરોએ સમગ્ર ગુજરાતમાં પરેશ ધાનાણીનો વિરોધ કરશે. આમ પક્ષ દ્વારા પરેશ ધાનાણીની માફી માંગે તે માટે વિરોધ કરીને દબાણ ઉભું કરાશે.
જ્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ અંગે જણાવ્યું હતું કે, મારા એક પણ શબ્દથી સરદારનું અપમાન થયું હોય તો હું એક હજારવાર માફી માંગીશ. મારા કહેલા શબ્દો અસંસદીય હોય તો હું માફી માંગવા તૈયાર છું. જ્યારે ભંગારમાંથી પ્રતિમા તૈયાર કરી એ માટે વડાપ્રધાન અને સરકારે માફી માંગવી જોઈએ. ભાજપ પોતાની ઓળખ ઉભી નથી કરી શકી, એટલે તેઓ પારકા નેતાને પોતાના બનાવે છે. ભાજપની સરકારે સરદાર પટેલનું અપમાન કર્યું છે.
ધાનાણીએ કહ્યું કે, ભંગારના ભુક્કામાંથી સરદારને કેદ કરવાનું કામ આ સરકારે કર્યું છે. ભીખ માંગીને ભંગારમાંથી સરદારને કેદ કરવાનું પાપ સરકારે કર્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઈટ પર જ લખ્યું છે, કે તેમણે લોકો પાસેથી લોખંડ ભેગું કર્યું. લોખંડના ભંગારમાંથી સરદારને વિદેશી પ્રતિમામાં કેદ કરાઈ છે. ભાજપના શાસનમાં સંવિધાન ખતરામાં છે. આ જ ભાજપે અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર પટેલ સાથે જોડવાનું હતું, ત્યારે વિરોધ કર્યો હતો. સરદાર પટેલની પ્રતિમા હેઠળ પોતાની નિષ્ફળતા ભાજપ છુપાવવાના પ્રયાસો કરી રહી છે, તથા રાજકીય રોટલા શેકવા માટે ભાજપ સરદાર પટેલનો ઉપયોગ કરી રહ્યું છે.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)