અયોધ્યા(ઉત્તર પ્રદેશ): ભગવાન શ્રીરામના જન્મસ્થળ પર બનનારા મંદિરને સમગ્ર દેશ સાથે જોડવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેના માટે સમગ્ર ભારત ભરમાંથી 2 હજારથી પણ તીર્થસ્થાનોથી માટી સાથે દરેક પવિત્ર અને પૌરાણિક સ્થળોથી જળ પણ મોકલવામાં આવી રહ્યું છે.
રામ મંદિરના ભૂમિપૂજન દરમિયાન હલ્દીધાટી, ઝાંસીનો કિલ્લો, છત્રપતિ શિવાજીના સ્થાન દૂર્ગા ભવાની સહિત સમગ્ર દેશના મોટા ભાગના તીર્થસ્થાનોની માટીનો ઉપયોગ કરવામાં આવશે. રામ મંદિરના પાયામાં પવિત્ર માટી અને જળનો ઉપયોગ કરવામાં આવશે. ભગવાન રામના તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટએ મંદિર નિર્માણની પુરી તૈયારી કરી લીધી છે. ટ્રસ્ટ દેશના તિર્થસ્થળોની માટી અને પવિત્ર નદીઓના જળનો ઉપયોગ મંદિરના નિર્માણમાં કરવામાં આવશે.
વિશ્વ હિંદૂ પરિષજના કેન્દીય સંગઠન પ્રધાન અશોક તિવારીએ જણાવ્યું કે, રામ મંદિરના નિર્માણને પુરા દેશ સાથે જોડવામાં આવી રહ્યું છે. ત્યારે ભારતના ધાર્મિક સ્થળો સાથે પૌરાણીક સ્થળોની માટીનો પણ પ્રયોગ કરવામાં આવશે. જે ભારતનું નામ વિશ્વમાં સ્થાપિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
મહત્વનું છે કે ભગવાન રામના જન્મસ્થાન પર મંદિર નિર્માણની તૈયારીઓ લગભગ પુરી થઇ ચુકી છે. વડા પ્રધાનના આગમનને લઇને સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સમગ્ર અયોધ્યા નગરીને શણગારવામાં આવી રહી છે.