નવી દિલ્હીઃ કોંગ્રેસે દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરની બદલીના કારણે કાયદા પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું છે કે, "ન્યાય મંત્રાલયે ભાજપના નેતાઓને બચાવવા માટે જસ્ટિસ એસ મુરલીધરની બદલી દિલ્હી હાઇકોર્ટથી કરી દીધી."
સુરજેવાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 26 ફેબ્રુઆરીએ દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ એસ. મુરલીધર અને ન્યાયાધીશ તલવંતસિંહે રમખાણો ઉશ્કેરવામાં ભાજપના નેતાઓની ભૂમિકા ઓળખ કરી હતી અને દિલ્હી પોલીસને તેમની સામે ફરિયાદ દાખલ કરવા અને બંધારણ અને કાયદા અનુસાર કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં થયેલી હિંસા પર અડધી રાત્રે સુનાવણી કરવામાં આવી હતી, ત્યારબાદ અચાનક ન્યાયાધીશ મુરલીધરની બદલી કરવાનો નિર્ણય લેવાતાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંઘીએ કેન્દ્રીય સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતાં.
જો કે, કોંગ્રેસના પ્રહારો પર કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હાઈકોર્ટના જસ્ટિસની બદલી કૉલેજિયમની ભલામણના આધારે કરવામાં આવી છે.