ઘટના સવારે 9.05 કલાકે જ્યારે વિકાસ દરરોજની જેમ સેક્ટર-9 ની હુડા માર્કેટમાં PHCમાં જિમ કરવા પહોંચ્યો હતો. જ્યાં વિકાસ પોતાની કારથી નીચે ઉતર્યો ત્યારે જ હુમલાખોરોએ ગોળીઓ મારવાની શરૂ કરી હતી. વિકાસ પર ઓછામાં ઓછી 8 થી 10 ગોળી ચલાવી હતી.
જણાવી દઇએ કે ગાડી વિકાસ પોતે જ ચલાવી રહ્યા હતાં. તેની સાથે કોઇ હતુ નહીં તેથી તેને ગળા અને છાતીના ભાગે ગોળી લાગી હતી. હુમલાખોર સફેદ રંગની 4 ગાડીમાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ છે.
ઘાયલ વિકાસ ચૌધરીને નજીકની સર્વોદય હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં, જ્યાં તેને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં.
જેવી રીતે ફાયરીંગ કરી કોંગ્રેસ નેતા વિકાસ ચૌધરીને મોતને ધાટ ઉતાર્યા તે પરથી લાગી રહ્યું છે કે હત્યાનુું પહેલેથી જ ષડયંત્ર રચાયું હતું. એટલુ જ નહીં, તેના માટે પહેલેથી જ પ્લાન પણ કર્યો હતો, કારણ કે વિકાસ ચૌધરીના જિમ જવા પર અને પછી ગાડીથી ઉતરવા સમયે ફાયરીંગ કરવાનું નક્કી જ હતું.