મહત્વનું છે કે,કોંગ્રેસે જાહેર કરેલી 38 ઉમેદવારોની યાદીમાં ભોપાલથી દિગ્વિજય સિંહ,મિનાક્ષી નટરાજન મંદસૌરથી તો અશોક ચૌહાણને નાંદેડથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે અમરોહાથી રાશિદ અલ્વી ચૂંટણી લડશે. તેમજ કોંગ્રેસે મથુરાથી મહેશ પાઠકને ઉમેદવાર બનાવ્યા છે.
નોંધનીય છે કે, અગાઉ એવી ચર્ચા હતી કે સપનાચૌધરી મથુરાથી કોંગ્રેસની ઉમેદવાર બનશે,પરંતુ હવે આ અટકળો પર વિરામ લાગી ગયો છે.
કોંગ્રેસે જાહેર કરાયેલી આ યાદીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેને કર્ણાટકની સુરક્ષિત લોકસભા સીટ ગુલબર્ગાથી ટિકિટ આપી છે. ઉત્તરાખંડનાપૂર્વ મુખ્યપ્રધાનહરિશ રાવતને નૈનીતાલ ઉધમસિંહ નગર લોકસભા બેઠક પરથી પાર્ટીએ ટિકિટ આપી છે. તો કર્ણાટકની ચિકબલપુરથીપૂર્વ મુખ્યપ્રધાન વીરપ્પા મોઇલને કોંગ્રેસે ટિકિટ આપી છે. જયારે મહારાષ્ટ્રના નાંદેડથી પૂર્વ મુખ્યપ્રધાન અશોક ચૌહાણને કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા છે.