હુડ્ડાએ સંકેત આપ્યા છે કે, જો કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીતી સત્તામાં આવશે તો 6 મહિનાની અંદર જ ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. આ ઉપરાંત વૃદ્ધ પેન્શન વધારીને 5100 રુપિયા કરશે અને ગરીબ પરિવારની મહિલાઓને માસિક ભથ્થુ આપશે.
પાર્ટી નેતાનું કહેવુ છે કે, કોંગ્રેસનો પ્લાન રાજસ્થાનની પેટર્ન પર બેરોજગાર યુવાનોને 3500 રુપિયા માસિક ભથ્થુ આપવાનો છે. પોતાના ચૂંટણી પ્રચારમાં પણ હુડ્ડા ભાજપ સામે બેરોજગાર અને કાયદા વ્યવસ્થાના મુદ્દે પ્રહારો કરી રહ્યા છે.
હુડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે 2004 અને 2009માં મેનીફેસ્ટોમાં કરેલા તમામ વચનો પુરા કર્યા હતાં. ભાજપનો મેનીફેસ્ટો જુઓ એક પણ વચન પુરૂ નથી કર્યું.
2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ન્યૂનતમ આવકની ગેરંટી યોજનાનું વચન આપ્યું હતું. જેને ન્યાય યોજના કહેવામાં આવે છે.
ભાજપે 2009માં વિધાનસભાની ચૂંટણીમાં ફક્ત ચાર સીટ જ જીતી હતી. પણ 2014ની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત સાથે 47 સીટ જીતી લીધી. ગત ચૂંટણીમાં 19 ધારાસભ્યો સાથે ઈનેલો તથા બીજા નંબરે 15 સીટ સાથે કોંગ્રેસ ત્રીજા નંબરે રહી હતી.