આ આગાઉ શુક્રવારના રોજ સરકાર ગઠન પર ચર્ચા કરવા માટે બેઠકો ચાલું હતી. કોંગ્રેસ,એનસીપી અને શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેની ધારાસભ્ય સાથે ચર્ચા થઇ હતી.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇ તસ્વીર સાફ થઇ ગઇ છે .કોંગ્રેસ,એનસીપી અને શિવસેનાની સંયુક્ત બેઠક બાદ શરદ પવારે કહ્યું હતું કે, શનિવારે એક પત્રકાર પરિષદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે,સરકાર ગઠન માટે રાજ્યપાલ સાથે મુલાકાત કરવાનો નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેના નામની જાહેરાત કરી હતી.