રાજસ્થાન: આગામી 19 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણીને લઈને પોતાના ધારાસભ્યોને ક્રોસ વોટિંગથી બચાવવા સરકાર શક્ય તેવા તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે જયપુરની JW મેરિયટ હોટેલમાં કોંગ્રેસી ધારાસભ્યો સાથે રોકાયેલા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત રવિવારે હોટલ પરિસરમાં યોગા અને વ્યાયામ કરતા જોવા મળ્યા હતા. તેમની સાથે ધારાસભ્યો પણ જોડાયા હતા.
કેબિનેટ પ્રધાન બી ડી કલ્લા, કેબિનેટ પ્રધાન શાંતિ ધારિવાલ, કેબિનેટ પ્રધાન સાલે મોહમ્મદ, ધારાસભ્ય હેમારામ ચૌધરી, ગોપાલ મીણા, બલજીત યાદવ, હાકામ અલી, રફીક ખાન સહિત ઘણા ધારાસભ્યો એ યોગા કર્યા. ત્યારબાદ તમામે મહાત્મા ગાંધીના જીવન પર બનેલી ફિલ્મ જોઈ અને લંચ લીધું હતું.
તમામ ધારાસભ્યો 19 જૂન સુધી આ જ હોટલમાં રોકાશે. મુખ્યપ્રધાન અશોક ગેહલોત આ મુદ્દે હોટલમાં ધારાસભ્યો સાથે બેઠક કરી રહ્યા છે જેમાં રાજ્યસભા ચૂંટણીની રણનીતિ વિશે પણ ચર્ચા થઈ રહી છે.