કોંગ્રેસ નેતા જયરામ રમેશે યૂરોપૂયન સંઘના સાંસદોની કાશ્મીર યાત્રા પર સવાલ ઉભા કર્યા છે. ઉપરાંત મહેબૂબા મુફ્તી અને સીતારમ યેચુરીએ પણ કેન્દ્ર સરકારના નિર્ણય સામે પ્રશ્ન ઉભા કર્યા છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે વિદેશથી આવતા નેતાઓ કાશ્મીર જઈ શકે છે, તો ભારતના રાજકીય પક્ષોના નેતાઓને ત્યાં જતા અને નાગરિકોને મળતાં કેમ રોકવામાં આવે છે. તેમણે ટ્વીટ કરી સરકારને આડે હાથ લેતા કહ્યું, રાષ્ટ્રવાદના નામ પર પીઠ થપથપાવનાર લોકો સાથે એવું તો શું થયુ કે તેઓ જમ્મુ-કાશ્મીરમાં યૂરોપીયન સંઘના નેતાઓની યાત્રા કરાવી રહ્યાં છે. યૂરોપીયન નેતાઓનો કાશ્મીર પ્રવાસ એ ભારતીય સંસદ અને લોકતંત્રનું અપમાન છે.
બીજીતરફ આ મુદ્દે લેફ્ટ નેતા સીતારામ યેચુરીએ પણ સવાલ ઉભા કર્યા છે, તેમજ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મૂફ્તીએ પણ સમગ્ર મુદ્દે કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ નોઁધાવ્યો છે.