ETV Bharat / bharat

રાજસ્થાનમાં સત્તાની રામયાણ, ભાજપ પર લાગ્યા ખરીદ-ફરોકના આરોપ

રાજસ્થાન કોંગ્રેસના 24 ધારાસભ્યોએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. જેમાં કોંગ્રેસે ભાજપ પર ભ્રષ્ટ રણનીતિ ઘડી ખરીદ-ફરોકની કોંગ્રેસની સરકાર પાડી દેવાનું કાવતરું કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. એક પત્રમાં ધારાસભ્યોએ લખ્યું છે કે, રાજ્યમાં તાજેતરમાં પૂર્ણ થયેલી રાજ્યસભાની ચૂંટણીઓ દરમિયાન હારનો સામનો કર્યા બાદ પણ ભાજપ ભ્રષ્ટ નીતિઓ આપનાવી અમારી સરકાર પાડવાની કોશિશ કરી રહી છે. રાજ્યસભામાં હાર બાદ ભાજપ પાઠ શખવાની જગ્યાએ ફરીથી એ જ ભ્રષ્ટ રણનીતિઓ અપનાવીને લોકશાહીમાં સરકારને નબળી પાડવાનું કાવતરું ઘડી રહી છે.

congress-made-serious-allegations-against-bjp-in-rajsthan
રાજસ્થાનમાં સત્તાની રામયાણ, ભાજપ પર લાગ્યા ખરીદ-ફરોકના આરોપ
author img

By

Published : Jul 11, 2020, 12:14 PM IST

Updated : Jul 11, 2020, 12:22 PM IST

જયપુરઃ રાજસ્થાન વિધાનસભામાં ભાજપ દ્વારા વિશેષાધિકાર ભંગ કરવાની રજૂઆત સાથે રાજસ્થાનમાં રાજ્યસભાની ચૂંટણીમાં ખરીદ-ફરોકના આરોપો ફરી બહાર આવ્યા છે. મોડી રાત્રે કોંગ્રેસના 24 ધારાસભ્યોએ સંયુક્ત નિવેદન જાહેર કરતા ભાજપ ભ્રષ્ટ યુક્તિઓ કરી કોંગ્રેસ સરકારને પછાડવાના ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો.

congress-made-serious-allegations-against-bjp-in-rajsthan
રાજસ્થાનમાં સત્તાની રામયાણ, ભાજપ પર લાગ્યા ખરીદ-ફરોકના આરોપ

કોંગ્રેસ નેતાઓએ સંયુક્ત નિવેદનમાં એવું પણ લખ્યું છે કે, એ વાત દરેકને ખબર છે કે રાજ્યમાં તાજેતરમાં પૂર્ણ થયેલી રાજ્યસભાની ચૂંટણીઓ દરમિયાન કોંગ્રેસ, અપક્ષ, બીટીપી, આરડી અને અન્ય પક્ષોની એકતાથી ભાજપની ભ્રષ્ટ નીતિઓ પર પાણી ફરી વળ્યું તો પણ ભાજપ સબક શીખવાને બદલે ફરીથી એ જ ભ્રષ્ટ રણનીતિઓ અપનાવીને લોકશાહી સરકારને નબળી પાડવાની કોશિશ કરી રહી છે.

કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું કે, અમારી પાસે માહિતી છે કે ભાજપના ટોચના નેતાઓ આ કાવતરામાં સામેલ છે. કોંગ્રેસના ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે, કેટલાક ધારાસભ્યને ભાજપ સમર્થિત લોકો દ્વારા સંપર્ક કરી પ્રલોભનો આપવામાં આવી રહ્યાં છે, પરંતુ રાજ્યમાં કોંગ્રેસ અને તેના તમામ સમર્થક ધારાસભ્યો મળીને આ પ્રયત્નોને સફળ થવા નહીં દે.

કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાનો સંકલ્પ વ્યક્ત કરતા કહ્યું કે, અમે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીત્યા છીએ અને કોંગ્રેસ હાઈકમાન્ડ અને ગરીબોના કલ્યાણ માટે બનાવેલા સિદ્ધાંતો, નીતિઓ અને યોજનાઓ પ્રત્યેનો અમને વિશ્વાસ સમર્પિત થયો છે. જેથી લોકસેવા અમારી નૈતિક ફરજ છે. ભાજપ નેતાઓને ચેતવણી આપતા કહ્યું કે, રાજસ્થાનની આન-બાન-શાનની એક આગવી ઓળખ છે, જ્યાં ભૂતકાળમાં અનેક ષડયંત્રોનો પર્દાફાશ કરીને કાવતરાઓને કડક પાઠ ભણાવવામાં આવ્યો છે. આ વખતે પણ આવી ભ્રષ્ટ શક્તિઓને પરાજિત કરવામાં આવશે.

કોંગ્રેસ ધારાસભ્યોએ દ્રઢતા સાથે કહ્યું કે, ભલે અમને કોઈ મોટા પ્રલોભનો આપે પણ અમે કોઇ લાલચમાં આવશું નહીં. રાજ્યમાં કોંગ્રેસની સરકાર 5 વર્ષ ચાલશે. અમે રાજસ્થાનની જનતાની આકાંક્ષાઓ પૂર્ણ કરીશું. અમારી કોંગ્રેસ સરકાર 2023માં પણ ફરી એકવાર સત્તા પર આવશે. આ પત્રમાં રાજસ્થાન કોંગ્રેસના 24 ધારાસભ્યોએ પોતાની સહીઓ કરી છે.

Last Updated : Jul 11, 2020, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.