ETV Bharat / bharat

કોંગ્રેસ પાર્ટીમાં મોટો ફેરફાર, ગુલામ નબી સહિત 4 મહાસચિવને હટાવાયા - CWC

કોંગ્રેસ પાર્ટીમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે ગુલામ નબી આઝાદ સહિત ચાર વરિષ્ઠ નેતાઓને મહાસચિવની જવાબદારીથી મુક્ત કર્યા અને પક્ષની સર્વોચ્ચ નીતિ નિર્માણ એકમ કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)નું પુનર્ગઠન પણ કર્યું છે.

major changes in congress
major changes in congress
author img

By

Published : Sep 12, 2020, 7:56 AM IST

Updated : Sep 12, 2020, 8:20 AM IST

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે પાર્ટી સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. જેમાં ગુલામ નબી આઝાદ સહિત ચાર વરિષ્ઠ નેતાઓને મહાસચિવની જવાબદારીથી મુક્ત કર્યા અને પાર્ટીની સર્વોચ્ચ નીતિ નિર્માણ એકમ કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)નું પુનર્ગઠન પણ કર્યું છે. નવી CWCમાં 22 સભ્યો બનાવવામાં આવ્યા છે. તેમાંથી 26 આમંત્રિત સભ્યો અને 10 વિશેષ આમંત્રિત સભ્યો બનાવવામાં આવ્યા છે.

પાર્ટીના સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આઝાદ, મોતીલાલ વોરા, અંબિકા સોની અને મલ્લિકાર્જુન ખડગને જનરલ સેક્રેટરી પદેથી રાહત મળી છે.

નોંધનીય છે કે, સંગઠનાત્મક પરિવર્તન માટે સોનિયા ગાંધીને પત્ર લખનારા 23 નેતાઓમાંના એક આઝાદને મહાસચિવનો પદ હટાવવાની સાથે CWCમાં સ્થાન આપવામાં આવ્યું છે.

etv bharat
કોંગ્રેસ પાર્ટીમાં મોટો ફેરફાર
etv bharat
કોંગ્રેસ પાર્ટીમાં મોટો ફેરફાર

પત્રના વિવાદની પૃષ્ઠભૂમિ સામે 24 ઓગસ્ટના રોજ CWCની બેઠકમાં સર્વસંમતિ મુજબ પાર્ટીએ 6 સભ્યોની વિશેષ સમિતિની રચના કરી છે. આ કમિટી સોનિયા ગાંધીને પાર્ટીના સંગઠન અને કામગીરીથી સંબંધિત બાબતોમાં ટેકો આપશે.

આ વિશેષ સમિતિમાં એ.કે.એન્ટની, અહેમદ પટેલ, અંબિકા સોની, કેસી વેણુગોપાલ, મુકુલ વાસ્નિક અને રણદીપસિંહ સુરજેવાલા સામેલ છે.

પાર્ટીના નવા જનરલ સેક્રેટરી તરીકે સુરજેવાલા અને તારિક અનવરની નિમણૂક કરવામાં આવી છે.

હરીશ રાવતને પંજાબ કોંગ્રેસના પ્રભારી, સેક્રેટરી તરીકે મુકુલ વાસ્નિકને મધ્યપ્રદેશના પ્રભારી, હિમાચલ પ્રદેશના પ્રભારી રાજીવ શુક્લા, પશ્ચિમ બંગાળના પ્રભારી જીતીન પ્રસાદ અને અંદમાન નિકોબાર અને વિવેક બંસલને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાને કર્ણાટકની જવાબદારી સોંપવામાં આવી છે.

Last Updated : Sep 12, 2020, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.