નવી દિલ્હી: કોંગ્રેસ નેતા શત્રુગ્ઘ સિન્હાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંસા કરી છે. સિન્હાએ કોરોના વાયરસથી અસરગ્રસ્ત ચીનના વુહાનમાંથી ભારતીયોને પરત લાવવા પર વડાપ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને એર ઈન્ડિયાની પ્રસંસા કરી છે.
સિન્હાએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, ચીનમાંથી ભારતીયોને પરત લાવવા માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી કાર્યાલય, ગૃહ પ્રધાન અમિત શાહ, એર ઈન્ડિયા અને તેના ક્રુ મેમ્બર્સની પ્રસંસા કરૂં છું.
અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, આ માનવીય પગલું રાજનીતિ અને ચૂંટણીને એક તરફ રાખીને રાષ્ટ્રહિત માટે ભરવામાં આવ્યું છે. જેના માટે હું તમને અને તમારી સરકારને સેલ્યૂટ કરૂં છું. તમે ચીનમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને મુશ્કેલીના સમયમાં મદદ કરી છે.
ઉલ્લેખનીય છે કે, સિન્હા લોકસભા ચૂંટણી અગાઉ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ નેતાએ ભાજપમાં રહીને મોદી અને શાહ વિરૂદ્ધ નિવેદનો આપ્યાં હતા. જેથી પાર્ટી એમનાથી નારાજ હતી.