લખનઉઃ કોંગ્રેસે યોગી સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે, બુધવારની સાંજે 4 કલાક સુધી તેમની બસો ઉત્તર પ્રદેશની બોર્ડર પર રહેશે. પ્રદેશ અધ્યક્ષ અજય લલ્લૂની ધરપકડ કરવા પર પણ કોંગ્રેસે નારાજગી દર્શાવી હતી. કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના અંગત સચિવ સંદિપ સિંહે વધુ એક પત્ર સરકારની ઉપર મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થીને 19 મેના દિવસે લખ્યો હતો.
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સરકારના નિર્દેશો અનુસાર મંગળવારની સવારે બસોની સાથે ઉત્તર પ્રદેશ બોર્ડર પર ઉભા છીએ. બસોને જ્યારે નોઇડા ગાઝિયાબાદ લઇ જવાના પ્રયાસો કરવામાં આવ્યા ત્યારે આગ્રા બોર્ડર પર યૂપી પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. પોલીસે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય કુમાર લલ્લૂન સાથે દુરવ્યવહાર કર્યો અને તેમની ધરપકડ કરી હતી. જ્યારે દરેક પત્રમાં કોંગ્રેસ તરફથી એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, શ્રમિકોની મદદ કરવી અમારો પહેલો ધ્યેય છે.
આ પત્રમાં સંદીપ સિંહે લખ્યું કે, મંગળવારે આખા દિવસ દરમિયાન બસોની સાથે તેઓ ઉપસ્થિત હતા, પરંતુ સરકાર તરફથી અમારા પત્રનો કોઇ જવાબ મળ્યો નથી. આ પત્રના માધ્યમથી અમે તમને સૂચિત કરવા ઇચ્છીએ છીએ કે, અમે અમારી બસોની સાથે આગરા બોર્ડર પર હાજર છીએ અને બુધવારની સાંજે ચાર કલાક સુધી રહીશું. પ્રવાસી શ્રમિકોના કષ્ટને ઓછા કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.
વધુમાં જણાવ્યું કે, આશા છે કે, શ્રમિકોને મદદ કરવાને ધ્યાનમાં રાખતા તમારા તરફથી કોઇ સકારાત્મક જવાબ મળશે. કોંગ્રેસે બુધવાર સાંજે 4 કલાક સુધીનું અલ્ટીમેટમ આપીને યોગી સરકારને મુશ્કેલીમાં મુક્યા છે.