નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ પત્રના સમયને લઇને સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પાર્ટી લડી રહી હતી અને કોંગ્રેસ અધ્યક્ષ નહોતા, ત્યારે કેમ પત્ર લખવામાં આવ્યો નહોતો. વધુમાં રાહુલે કહ્યું કે, આ તમામ વચ્ચે ભાજપનું ષડયંત્ર છે. પત્ર લખનારા ભાજપ સાથે મળેલા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલે કહ્યું કે, સોનિયા ગાંધીના હોસ્પિટલમાં દાખલ થવા સમયે કેમ પત્ર મોકલવામાં આવ્યો નહોતો.
રાહુલે કહ્યું કે, જ્યારે મેં રાજીનામું આપ્યું, ત્યારે સોનિયા ગાંધી અધ્યક્ષ બનવા માગતા નહોતા, પરંતુ છતાં તેમણે પદ સંભાળ્યું હતું. કારણ કે, તમે તમામ લોકોએ એમને આવું કરવા માટે મજબૂર કર્યાં હતાં. હવે તે હોસ્પિટલમાં દાખલ છે, તો શું આ પ્રકારે પત્ર લખવો યોગ્ય કહેવાય?
રાહુલ ગાંધીએ પાર્ટીના મુદ્દા અંગે જાહેરમાં ચર્ચા કરવા માટે નેતાઓની ટીકા પણ કરી છે.