કરનાલ: કોંગ્રેસના પૂર્વ રાજ્ય સચિવ પંકજ પુનિયાએ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિત હિન્દુ સમાજના લોકો સદર પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને પુનિયા વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ આપી હતી. આ પછી મધુબન પોલીસે એસપીના આદેશથી ગુનો નોંધી આરોપી પુનિયાની ધરપકડ કરી હતી.
પંકજ પુનિયા પર વિવાદીત ટ્વીટના કારણે ગુનો નોંધાયો હતો
પંકજ પુનિયા વિરુદ્ધ કરનાલમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, પંકજ પુનિયાએ પોતાની ટ્વીટમાં ધાર્મિક ભાવનાઓ અને તેમના વિશ્વાસનું ઇરાદાપૂર્વક અપમાન કર્યુ છે. આ અંગે પંકજ પુનિયા વિરુદ્ધ આઈટી એક્ટની કલમ 153-એ, 295-એ, 505 (2) અને 67 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
યુપીમાં કોંગ્રેસની બસો અને સરકાર વચ્ચેના ઝઘડાને લઈને કર્યુ હતુ ટ્વીટ
જણાવવામાં આવે તો, આ વિવાદ ઉત્તર પ્રદેશમાં મજૂરોને બસ તેમના ઘર સુધી મોકલવા અને કોંગ્રેસ દ્રારા આ માટે 1000 બસો પૂરા પાડવાની વાત સાથે સંબધિત છે. આ બસોને લઇને યુપી સરકાર અને કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા વચ્ચે વિવાદ શરૂ થયો છે. આજ મુદ્દે કોંગ્રેસના નેતા પંકજ પુનિયાએ એક ટ્વીટ કર્યુ હતું. આ ટ્વીટની ભાષા અમર્યાદિત અને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડતી હોવાનું કહેવામાં આવ્યું અને પુનિયા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
તે જ સમયે પંકજ પુનિયાએ કહ્યું હતું કે, તેમણે કરેલું ટ્વીટ કોઈ પણ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે નથી. આ ટ્વીટ ટ્વિટર પરથી હટાવીને માફીનામું પણ લખીને તેના પણ નાખ્યું હતું. એસપી સુરેન્દ્રસિંહ ભૌરીયાએ જણાવ્યું હતું કે, વિવેક લાંબાની ફરિયાદના આધારે મધુબન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપી પુનિયાની ધરપકડ કરી હતી.