ETV Bharat / bharat

કૉંગ્રેસમાં આંતરિક લોકશાહીનો અભાવ, કૉંગ્રેસ કાર્યકારિણી સમિતિની ચૂંટણી થવી જોઈએ:  સંજય ઝા - કોંગ્રેસનું નબળુ નેતૃત્વ

નવી દિલ્હી: ઇટીવી ભારત સાથે એક ખાસ વાતચીતમાં, કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય ઝાએ તેમના પક્ષ પર ‘મોવડીમંડળની સંસ્કૃતિ’ માટે પ્રહારો કર્યા છે અને અતિ જૂના રાજકીય પક્ષ જેના માટે તેઓ કહે છે કે તે “જૂની અને જૂનવાણી” બની ગઈ છે તેમાં પરિવર્તન માટે કેટલાંક પગલાંઓ પણ સૂચવ્યાં છે.

ો
કૉંગ્રેસમાં આંતરિક લોકશાહીનો અભાવ, કૉંગ્રેસ કાર્યકારિણી સમિતિની ચૂંટણી થવી જોઈએ: પક્ષના પ્રવક્તા સંજય ઝા
author img

By

Published : Jun 9, 2020, 7:52 PM IST

પ્ર: કૉંગ્રેસ તેની રણનીતિમાં ક્યાં માર ખાય છે?

સંજય ઝા: કૉંગ્રેસ સંગઠિત નહીં થઈને અત્યારે ભાજપને મદદ કરી રહી છે. અમારી વિચારધારા ભિન્ન છે. કૉંગ્રેસ બિનસાંપ્રદાયિક, ઉદારવાદી, લોકતાંત્રિક, પ્રગતિશીલ અને સહિષ્ણુ છે. આપણે તેને નબળી અને દુર્બળ થવા દઈને આ રાજકીય સંસ્થાની મહાન કુસેવા કરી રહ્યા છીએ. શ્રી ગાંધીએ રાજીનામું આપ્યું ત્યારથી આપણી પાસે પક્ષના પ્રમુખ નથી અને તેને એક વર્ષથી વધુ થવા આવ્યું. હવે આપણે આગળ વધવું રહ્યું. એનો કોઈ અર્થ નથી કે નવી લોકસભા ચૂંટણી માટે પક્ષનો કોઈ પ્રસિદ્ધ ચહેરો નથી. તે ક્યારનો હોવો જોઈતો હતો. જો આપણે તે નહીં કરીએ તો આપણે ભાજપનું કામ ખૂબ જ સરળ બનાવી દઈ રહ્યા છીએ.

પ્ર: શું તમે સંમત છો કે અત્યારે પક્ષમાં બે જૂથો તેમના પ્રમુખને પસંદ કરવામાં બે અલગ મતો ધરાવે છે?

સંજય ઝા: કોઈ પણ ચર્ચાની હંમેશાં બે બાજુ હોય છે. ત્રીજી બાજુ પણ હોઈ શકે છે. પરંતુ મોટો મુદ્દો એ છે કે કૉંગ્રેસ પક્ષ આજે અસ્તિત્વની કટોકટીનો સામનો કરી રહી છે. લોકસભાની બે ચૂંટણીમાં હાર થઈ. તેમાં કુલ મળીને 100 બેઠક પણ મેળવી શકી નથી. અમે અનેક રાજ્યો ગુમાવ્યાં છે. સ્પષ્ટ રીતે, અમારામાં સમસ્યા છે.

બીજો મુદ્દો એ છે કે અમે એમ કહી રહ્યા છીએ કે ભાજપ લોકશાહી વિરોધી છે. પરંતુ કોઈએ એમ પૂછવાની જરૂર છે કે કૉંગ્રેસ પક્ષની અંદર, આપણે છેલ્લે ક્યારે ચૂંટણી યોજી હતી? કૉંગ્રેસ પક્ષ માટે નવા નેતા કે જે માત્ર પક્ષની અંદરના માળખાને જ નહીં પરંતુ વિપક્ષને કઈ રીતે ટક્કર આપવી અને લોકોનાં મન કેમ જીતવા આપે તે માટે નવોનક્કોર અભિગમ અને વલણ આપે, તેની શોધ કરવાની જરૂર છે.

કૉંગ્રેસમાં આંતરિક લોકશાહીનો અભાવ, કૉંગ્રેસ કાર્યકારિણી સમિતિની ચૂંટણી થવી જોઈએ: પક્ષના પ્રવક્તા સંજય ઝા

પ્ર: રાજ્ય સભાની ચૂંટણી આવી રહી છે, પરંતુ તેમાં કૉંગ્રેસના ધારાસભ્યોનાં રાજીનામાં પડી રહ્યાં છે. ગુજરાતના ધારાસભ્યો પક્ષ છોડી રહ્યા છે. આવનારી ચૂંટણી માટે તૈયારીની રણનીતિમાં કૉંગ્રેસની ક્યાં ચૂક રહી ગઈ?

સંજય ઝા: વર્ષ 2017માં પાછા જાવ જ્યારે શ્રી ગાંધીએ ગુજરાત માટે પ્રચાર કર્યો હતો અને ત્યારે તે સૌથી મોટો ચર્ચાનો મુદ્દો બની ગયો હતો કે ભાજપને પૈસા માટે દોડતી કરી દીધી હતી. પરંતુ અત્યારે આપણે શું છીએ તે જુઓ. જે અમારી વિજેતા બેઠક જીતીને આવ્યા હતા તે જ ધારાસભ્યો હવે અમને છોડીને જઈ રહ્યા છે અને ભાજપમાં જઈ રહ્યા છે. કૉંગ્રેસની આ જ સમસ્યા છે. આપણે આપણા લોકોને શા માટે જાળવી નથી શકતા? તેનો અર્થ એ થાય છે કે જે લોકો કૉંગ્રેસની ટિકિટ પર જીતે છે તે લોકો જ કૉંગ્રેસની વિચારસરણીમાં માનતા નથી.

ભાજપ નાણાં, સીબીઆઈ કે આવકવેરાનો નો દુરુપયોગ કરી રહ્યો છે તેવો દોષારોપણ તેના પર કરવો સરળ છે, પરંતુ તે સફળ શા માટે થાય છે? શા માટે એક કૉંગ્રેસી ગમે તેટલું દબાણ કે પ્રલોભન હોય તો પણ કૉંગ્રેસમાં રહી શકે નહીં? કૉંગ્રેસ પક્ષની અક્ષમતા જ તેના લોકોને જવા માટે છૂટ દઈ રહી છે.

પ્ર: કૉંગ્રેસ તેનામાં પરિવર્તન લાવે તે માટે કોઈ સૂચનો છે?

સંજય ઝા: પહેલાં તો, કૉંગ્રેસ કારોબારી સમિતિમાં ચૂંટણી થવી જોઈએ. આ નામાંકન સંસ્કૃતિને હટાવવાની જરૂર છે. નહીંતર, તે એક સીમિત ટોળી થઈને રહી જશે જે સમગ્ર પક્ષ ચલાવે છે. અને તે તંદુરસ્ત પ્રણાલિ નથી. આપણે પક્ષની અંદર આંતરિક લોકશાહી લાવવાની જરૂર છે.

આપણી પાસે પાંચ પ્રાદેશિક ઉપપ્રમુખ હોવા જોઈએ. મોટો દેશ ચલાવવાનો છે અને પ્રદેશોની કાળજી લેવા સત્તા સાથે વધુ નેતાઓની જરૂર છે.

એક છાયા પ્રધાનમંડળ હોવું જઈએ, ખાસ કરીને સંરક્ષણ, ગૃહ, નાણા, આરોગ્ય અને વિદેશ નીતિ જેવાં વિભાગોનું. સરકાર પર નજર રાખવા માટે આ વિભાગોમાં તમારી પાસે શ્રેષ્ઠ લોકો હોવા જરૂરી છે.

પક્ષે કૉર્પોરેટ પર આધાર રાખવા કે ચૂંટણી બૉન્ડ ખરીદવાના બદલે વધુ પારદર્શક રીતે નાણાં ભંડોળ ઊભા કરવાની જરૂર છે. આપણે બધા માટે તે ખુલ્લું મૂકવું જોઈએ.

આપણે આપણાં રાજ્યોના નેતાઓને સશક્ત બનાવવાની આવશ્યકતા છે. આપણે આપણા એઆઈસીસીના માળખાને બદલવાની જરૂર છે. તે બહુ જૂનું અને રૂઢિગત બની ગયું છે. આપણે વધુ અસ્થિર, સ્થિતિસ્થાપક અને ઢીલા બની ગયા છીએ.

પ્ર: આનો અર્થ એ થાય કે પક્ષની અંદર આંતરિક લોકશાહીનો અભાવ છે?

સંજય ઝા: આંતરિક લોકશાહી એ છે કે કૉંગ્રેસ પક્ષની અંદર દરેક વ્યક્તિ પક્ષને મજબૂત બનાવવા કોઈ પણ વિચાર અને સૂચનો સાથે પક્ષની અંદર કોઈ પણ વ્યક્તિની પાસે પહોંચવામાં સક્ષમ હોવી જોઈએ. આ વચગાળાની કે તકવાદી વ્યવસ્થા ન હોઈ શકે. તેનો અર્થ થાય છે કે પક્ષની અંદર લોકોને નિયમિત પારદર્શી પહોંચ મળવી જોઈએ. એવી સંસ્થાગત વ્યવસ્થા સર્જવાની જરૂર છે જેમાં લોકો વચ્ચે સંવાદ થઈ શકે.

દા.ત. વર્ષ 2019માં પરાજય પછી, એવું નક્કી કરાયું હતું કે ટીવી ડિબેટમાં કોઈ પ્રવક્તા નહીં જાય. આ નિર્ણય પહેલાં એકેય પ્રવક્તાની સલાહ નહોતી લેવાઈ. આ કઈ લોકશાહી છે? હું આ નિર્ણયને બહુ જ વાહિયાત, ઉદ્દંડ અને હાસ્યાસ્પદ માનું છું. પરંતુ છેલ્લાં છ વર્ષમાં એવો એકેય પ્રયાસ કે લોકોનું એકત્રીકરણ નથી થયું જે બેસે અને કહે કે આપણે શા માટે હારી રહ્યા છીએ, આપણે ક્યાં ખોટા જઈ રહ્યા છીએ? સંદેશા વ્યવહારનો સંપૂર્ણ માર્ગ માત્ર કેટલાક પદાધિકારીઓ પૂરતો સીમિત રહી ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.