સંજય નિરુપમે ટ્વીટ કર્યું હતું કે, તેમણે વિધાનસભાની ચૂંટણી માટે મુંબઈમાં એક ઉમેદવાર માટે ટિકિટ માગી હતી, પણ પાર્ટીએ તેનો અસ્વિકાર કર્યો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ પણ હું કહી ચૂક્યો છું કે, આવી પરિસ્થિતીમાં હું પાર્ટીનો પ્રચાર કરીશ નહીં, અને આ અંતિમ નિર્ણય છે.
તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, હાલમાં પાર્ટી છોડવાનો વખત નથી, પણ પાર્ટી જે રીતે વ્યવહાર કરી રહી છે તે જોતા લાગે છે કે, એ દિવસ હવે બહું દૂર નથી.