કર્ણાટકમાં શનિવારે રાજ્યની 15 વિધાનસભાની સીટો માટે 5 ડિસેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પૂર્વે આચાર સંહિતાના કથિત ઉલ્લંઘન બદલ કર્ણાટક રાજ્યના મુખ્યપ્રધાન બી.એસ. યેદિયુરપ્પા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કાર્યવાહી કરવા કોંગ્રેસે ચૂંટણીપંચને પત્ર લખી માગ કરી છે.
સુપ્રીમ કોર્ટે 13 નવેમ્બરે કોંગ્રેસ અને JDSના 17 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવતા વિધાનસભા અધ્યક્ષનો નિર્ણય યથાવત રાખ્યો હતો અને તેમને પેટા ચૂંટણી લડવાની મંજૂરી આપી છે. જેમાંથી 16 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ચુક્યા છે. મુખ્યપ્રધાન બી એસ યેદિયુરપ્પાએ આ ધારાસભ્યોના ભગવો ધારણ કરતા સમયે મુખ્યપ્રધાન બી એસ યેદિયુરપ્પા તેમને ભાવી પ્રધાન કહી સંબોધન કરતા કોંગ્રેસે કડક નિંદા કરી હતી.
કર્ણાટકના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે મુખ્ય ચૂંટણી અધિકારીને લખેલા પત્રમાં જણાવ્યું કે, 'યેદિયુરપ્પાએ કર્ણાટકની પેટાચૂંટણી પછીના 'ભાવિ પ્રધાનો' હોવાનું જણાવ્યું હતું, સાથે ભાજપમાં આ 16 ધારાસભ્યોને આવકાર્યા હતા. અને એમ પણ કહ્યું હતું કે, તેમને જે વચનો આપવામાં આવ્યા હતા તે પણ પુરા કરવામાં આવશે.' આ સ્ટેટમેંટ તેમને મતદારોને લોભાવવા માટે આપ્યું છે, તેવો આક્ષેપ પણ રાવે કર્યો છે.