આ અધિવેશનમાં મૌલાના અબુલ કલામ આઝાદની અધ્યક્ષતામાં 18થી 20 માર્ચ સુધી રામગઢમાં યોજાયું હતું. જે જગ્યા પર આ અધિવેશન ભરાયું હતું ત્યાં આજે અશોક સ્તંભ બનાવેલો છે. હાલ આ સ્તંભ શિખ રેઝિમેન્ટ સેન્ટરની અંદર જતો રહ્યો છે. રામગઢ કોંગ્રેસ અધિવેશનની ચર્ચા તો કોંગ્રેસના ઈતિહાસ નામના પુસ્તકમાં પણ કરવામાં આવી છે. આ અધિવેશન દરમિયાન દામોદર નદીના કિનારે જંગલમાં હજાર પંડાલ લગાવ્યા હતા. જેમાં મહાત્મા ગાંધી, જવાહર લાલ નહેરુ, સરદાર વલ્લભ ભાઈ પટેલ, શ્રી કૃષ્ણ સિંહ. રાજેન્દ્ર પ્રસાદ જેવા અનેક મોટા નેતાઓ અહીં હાજર રહ્યા હતા.
તે સમયે મહાત્મા ગાંધીની જોશ ભરેલા ભાષણથી લોકોમાં ઊર્જાનો સંચાર થયો હતો. રામગઢ અધિવેશનમાં જ ભારત છોડો આંદોલનનો પાયો નંખાયો. જે બાદ 6 વર્ષે ભારતને આઝાદી પ્રાપ્ત થઈ. મહાત્મા ગાંધી અહીં રાંચી થઈને આવ્યા હતા. બાપૂએ અહીં આ અધિવેશનમાં એક્ઝિબીશનનું ઉદ્ધાટન પણ કર્યું હતું. બાપૂએ અહીં હાજર મહીલાઓને પડદા પ્રથા, આભડછેટ, શિક્ષણ, અંધવિશ્વસ જેવી કુરીતિઓથી દૂર રહેવાની અપિલ કરી હતી. બીજી બાજુ નેતાજી સુભાષ ચંન્દ્ર બોઝે પણ કોંગ્રેસની નીતિઓની વિરુદ્ધ રામગઢમાં અધિવેશન કર્યું હતું. તથા સમગ્ર શહેરમાં એક વિશાળ શોભા યાત્રા પર નિકાળી હતી. જેમાં અનેક લોકો જોડાયા હતા.
30 જાન્યુઆરી 1948ના રોજ મહાત્મા ગાંધીના મૃત્યુ બાદ તેમના અસ્થિને અહીં રામગઢ લાવવામાં આવ્યા હતા. દામોદર નદીના ઘાટ પર ગાંધીની સમાધિનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જે આજે ગાંધી ઘાટના નામે ઓળખાય છે.