- ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણો કોંગ્રેસથી દૂર થયા છે તેને ફરી જોડવાના તમારા પ્રયાસોને કેવો પ્રતિસાદ મળ્યો છે?
અમને સારો પ્રતિસાદ મળ્યો છે. આ એક બિન-રાજકીય પ્રયાસ છે. એક વર્ષ પહેલાં રચાયેલી બ્રાહ્મણ ચેતના પરિષદના નેજા હેઠળ પ્રયાસો થઈ રહ્યા છે. તે વખતે મેં સમુદાયના અગ્રણીઓને મળવાનું શરૂ કર્યું હતું અને લૉકડાઉન આવ્યું ત્યાં સુધીમાં 20 જેટલા જિલ્લામાં ફર્યો હતો. સમુદાયના લોકો સામે અપરાધ વધી રહ્યો છે તેની ચિંતા વધી રહી છે અને એવી છાપ ઊભી થઈ છે કે સમાજ સામે પક્ષપાત થઈ રહ્યો છે. હું એમ નથી કહેતો કે રાજ્ય દ્વારા તે થઈ રહ્યું છે, પરંતુ આવા ઘણા બનાવોમાં બ્રાહ્મણોનો ભોગ લેવાઈ રહ્યો છે. ક્રાઇમ રેકર્ડથી જ તે સાબિત થઈ જાય છે. દાખલા તરીકે પશ્ચિમ યુપીમાં મૈનપુરીમાં નવોદય વિદ્યાલયમાં કન્યા પર અત્યાચાર થયો અને હત્યા થઈ. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની બદલી થઈ, પરંતુ બીજા કોઈ પગલાં લેવાયાં નહિ. મેં પરિવારની મુલાકાત લીધી હતી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો હતો. તે પછી પૂર્વ યુપીમાં બસ્તીમાં કબિર તિવારી નામના યુવકની હત્યા થઈ. તેના પરિવાર આજેય નિરાધાર છે. આવા ઘણા બનાવો ઝાંસી, ઇટાવા અને સુલતાનપુરમાં બન્યા છે.
- આ પ્રયાસો દ્વારા તમે શું હાંસલ કરવા માગો છો?
મારો પ્રયાસ સમુદાયને એક કરવાનો અને તેમને એક મંચ આપવાનો છે. છેલ્લે હું ઓનલાઇન સંવાદ કરી રહ્યો છું અને જિલ્લા કક્ષાના 30 સંવાદોનું આયોજન કર્યું છે. આવતા મહિને બાકીના જિલ્લાઓને આવરી લેવાશે. સમાજને લાગે છે કે તે નિરાધાર થઈ ગયો છે. તેથી હું તેમને હૈયાધારણ આપવા માગું છું કે લખનૌ કે દિલ્હીમાં તેમનું સાંભળનારા કોઈક છે.
આજે સમાજ ગુનેગારોથી ભરેલો છે એવી છાપ ઊભી કરવાની કોશિશ થઈ રહી છે, જે સાચી વાત નથી. બીજું કે કશા આધાર વિના બે મહિના સુધી કોઈ વાત ચાલી શકે નહિ.
- તમે આ પ્રયાસોને બિનપક્ષીય ગણાવો છો, પણ દેખીતી રીતે જ લોકો કહેવાના કે તેમાં રાજકારણ છે. તમે શું કહેશો?
હું કંઈ મારી જાતને યુપીમાં બ્રાહ્મણ નેતા તરીકે પ્રોજેક્ટ કરવા માગતો નથી. એ વાત સાચી કે રાજકારણી કંઈ પણ પ્રયાસો કરે તેની પાછળ રાજકીય ઈરાદો જોવામાં આવે જ. આ બિનરાજકીય છે અને મતો માટે નથી. તેથી જ અમે બ્રાહ્મણ ચેતના પરિષદના નેજા હેઠળ આ કરી રહ્યા છીએ. અમારા કાર્યક્રમો કોઈના હક છીનવવા માટે નથી, પણ સમાજના હક માટે લડી રહ્યા છીએ. રાજ્ય સરકારમાં અને અમલદારશાહીમાં સમાજનું માત્ર પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ જ છે.
- 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે શીલા દીક્ષિતને મુખ્ય પ્રધાન તરીકે આગળ કરીને 10 ટકા બ્રાહ્મણ મતદારોને આકર્ષવા માટે નિષ્ફળ કોશિશ કરી હતી. 2022ની ચૂંટણીમાં પક્ષ કોઈ ચેહરો આગળ કરશે?
સીએમના ચહેરાને આગળ કરવાનો નિર્ણય વ્યૂહાત્મક હોય છે અને જરૂર જણાશે ત્યારે પક્ષનું નેતૃત્ત્વ તે અંગેનો નિર્ણય લેશે. 2017માં અમે શીલાજીનું નામ આગળ કરેલું, પરંતુ બાદમાં તેમણે ઉમેદવારી નહોતી કરી, કેમ કે અમે સમાજવાદી પક્ષ સાથે જોડાણ કર્યું હતું, જે બરાબર ચાલ્યું નહોતું.
- તેના પરથી બીજો સવાલ એ આવે છે કે દલિતો અને મુસ્લિમો જેવા કોંગ્રેસના બીજા પરંપરાગત મતદારોને આકર્ષવા માટે કોઈ યોજના છે ખરી?
જુઓ, અમારો પ્રયાસ મૂળભૂત જરૂરી મુદ્દાઓને આગળ લાવવાનો છે, જેમ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, માળખાકીય સુવિધાઓ, નોકરીઓ. લોકોના જીવનને આ મુદ્દાઓ સીધી સ્પર્શી રહ્યા છે અને બધા સમાજોને નડી રહ્યા છે.
- કોંગ્રેસ-એસપી ગઠબંધન 2017માં થયું તે નિષ્ફળ ગયું હતું. શું 2022માં તે એસપી કે આરએલડી સાથે ફરી જોડાણ કરશો?
અમે કોઈ જોડાણ કરવાના નથી. અમે એકલા હાથે લડીશું. તે માટેની તૈયારીઓ થઈ ગઈ છે. સંગઠનમાં સંપૂર્ણ ફેરફારો થયા છે અને અમે એકલા હાથે સરકારની સામે પડ્યા છીએ. આજે સૌથી વધુ સક્રિય વિપક્ષ કોંગ્રેસ જ છે.
- આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ રામ મંદિરના મુદ્દાને આગળ કરીને મત લેવા કોશિશ કરશે ત્યારે કોંગ્રેસનો પ્રતિસાદ શું હશે?
જુઓ, અમારા નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પક્ષની શું સ્થિતિ છે તે વિશે લાંબું નિવેદન આપ્યું છે અને એ જ અમારા પક્ષની લાઈન છે. અમે (મંદિરનું) સ્વાગત કરીએ છીએ.
-અમિત અગ્નિહોત્રી
ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણો સુધી પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ બિનરાજકીય છે: જિતિન પ્રસાદ - રાષ્ટ્રીય સમાચાર
ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણો સુધી પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ બિનરાજકીય છે.
Jitin Prasada