ઉલ્લેખનીય છે કે, રમેશ કુમાર સજ્જન કુમારના ભાઇ છે, જેનું શીખ રમખાણોમાં નામ ખુલ્યું હતુ. જેના કારણે તેનો વિરોધ થઇ રહ્યો હતો. તે કારણ પણ હતું કે, સોમવારે 6 ઉમેદવારોની જાહેરાત થઇ ગઇ હતી. પરંતુ દક્ષિણ દિલ્હીની બેઠક પરથી સસ્પેન્શ હતું. પરંતુ સાંજ સુધીમાં માહિતી મળી હતી કે, બોક્સર વિજેન્દ્રએ હરિયાણા સરકારમાં DSPના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ દિલ્હી લોકસભા વિસ્તાર જાટ અને ગુર્જર સમાજથી ફેલાયેલો છે. જ્યાંથી આ વખતે AAPના રાધવ ચડ્ઢાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ જાતિગત સમીકરણોને લઇને ભાજપાના બિધૂડીના નામની ચર્ચા થઇ રહી હતી પરંતુ હવે વિજેન્દ્ર સિંહ આવતાની સાથે જ આ બેઠક પર કાંટાની ટક્કર જોવા મળશે.