વિપક્ષો દ્વારા આરોપ લગાવાતા ભાજપે તમામ આરોપોને નકારી કઢ્યા હતા. પરંતુ વિપક્ષોએ જાહેર જનતાને અપીલ કરી હતી કે આગામી તબક્કામાં કોઈ પણ ગેરરીતિ નજરે પડે તો જનતા તેનો જાહેરમાં વિરોધ કરે. મહત્વનું છે કે પશ્ચિમ ત્રિપુરામાં લોકસભા ઉપર 11 એપ્રિલે થયેલા મતદાનમાં કુલ 77.7% મતદાન થયુ હતું.
આ મામલે વામ મોર્ચાના સંયોજક બિજન ઘરે કહ્યું કે, “અમે જોયું કે પહેલા ચરણના મતદાનમાં ભાજપે ગેરરીતિ કરી છે અને અમને આશંકા છે કે બીજા ચરણના મતદાનમાં પણ આજ રીતે જ થશે”
આ મામલે ભાજપે આરોપોને નિરાધાર કહ્યા હતા. ઉલ્લેખનિય છે કે પૂર્વ ત્રિપુરાની 2 લોકસભા સિટ ઉપર 18 એપ્રિલે મતદાન યોજાશે.