ETV Bharat / bharat

કેન્દ્ર સરકારની બદલે કોંગ્રેસ શ્રમિકોના વ્હારે, દરેક પરપ્રાંતિયોને વતન પહોંચવા ભાડું આપશે - congress president sonia gandhi

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરો પાસેથી રેલવે દ્વારા વસૂલવામાં આવતા ભાડા અંગે દુ:ખ વ્યક્ત કરતા જાહેરાત કરી છે કે આ મજૂરોનો રેલ મુસાફરી ખર્ચ કોંગ્રેસ આપશે.

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી
દરેક પરપ્રાંતિયનો મુસાફરી ખર્ચ કોંગ્રેસ આપશે: સોનિયા ગાંધી
author img

By

Published : May 4, 2020, 9:57 AM IST

નવી દિલ્હી: કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, મજૂરો આ દેશની કરોડરજ્જુ છે. તેમની મહેનત અને બલિદાન એ રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. માત્ર ચાર કલાકની નોટિસ પર લોકડાઉન થતા લાખો કામદારો અને મજૂરોને અટવાયા છે. તેમની પાસે ન તો અનાજ છે, ન દવાઓ અને ન તો તે ખરીદવાના પૈસા.

દરેક પરપ્રાંતિયનો મુસાફરી ખર્ચ કોંગ્રેસ આપશે: સોનિયા ગાંધી
દરેક પરપ્રાંતિયનો મુસાફરી ખર્ચ કોંગ્રેસ આપશે: સોનિયા ગાંધી

તેમણે એ સવાલ પણ ઉઠાવ્યો કે, જ્યારે રેલવે મંત્રાલય પીએમ કેર્સ ફંડમાં રૂપિયા 151 કરોડનો ફાળો આપી શકે, તો પછી મજૂરોને ભાડા વિના મુસાફરીની સુવિધા કેમ આપી શકતા નથી. 1947 ના ભાગલા પછી દેશમાં પહેલીવાર આ આઘાતજનક દ્રશ્ય જોયું કે હજારો મજૂરો અને કામદારો સેંકડો કિલોમીટર ચાલ્યા ગયા પછી ઘરે પરત ફરવા મજબૂર થયા. જ્યારે આપણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને આપણી ફરજ તરીકે વિમાન દ્વારા મફતમાં પાછા લઇ આવી શકતા હોઇએ, જ્યારે આપણે ગુજરાતના એક કાર્યક્રમ માટે સરકારી તિજોરીમાંથી 100 કરોડનો ખર્ચ કરી શકીએ છીએ, તો પછી આ મજૂરોને કેમ મફત રેલ મુસાફરીની સુવિધા આપી શકતા નથી?

કોંગ્રેસે મફત રેલ મુસાફરીની માંગ વારંવાર કરી છે. કમનસીબે સરકાર તેમજ રેલ મંત્રાલયે આ વાત સાંભળી નહી. આથી હવે કોંગ્રેસે નિર્ણય લીધો છે કે રાજ્ય કોંગ્રેસ સમિતિનું દરેક એકમ દરેક જરૂરિયાતમંદ મજૂરની ઘરે પરત ફરવા માટે ટ્રેનની મુસાફરીનો ટિકિટ ખર્ચ ઉઠાવશે અને આ અંગે જરૂરી પગલાં લેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.