નવી દિલ્હીઃ સોનિયા ગાંધીએ બુધવારે હિંસા માટે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને ગૃહ વિભાગ તેમજ ગૃહ પ્રધાન અમિત શાહને જવાબદાર ઠેરવ્યા હતાં.
હવે ભાજપના સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસને આડે હાથ લીધી છે. જાવડેકરે કહ્યુ હતું કે, આ બે દિવસની હિંસા નથી. પરંતુ બે મહિનાની હિંસા છે. બે મહિનાથી લોકોને ભડકાવવાનું કામ કોંગ્રેસે કર્યુ છે.
તેમણે કોંગ્રેસની સભાઓને યાદ કરતાં કહ્યુ કે, સોનિયા ગાંધીએ તેમના ભાષણમાં આર-પારની લડાઈનું આહ્વાન કર્યુ હતું. ત્યારથી જ લોકો હિંસા માટે ઉત્તેજીત થયા છે.
તેમણે ઉમેર્યુ કે. પ્રિયંકા ગાંધીએ પણ લોકોને ગેરમાર્ગે દોરતા કહ્યુ હતું કે, CAAનો વિરોધ કરનારા લાખો લોકોને સરકાર જેલમાં ધકેલી દેશે.
રાહુલ ગાંધીએ પણ કહ્યુ હતું કે, 'તમે ડરો નહીં. અમે તમારી સાથે છીએ. તમે ઘરની બહાર નીકળો'
પ્રકાશ જાવડેકરે આ બધા ભાષણો અને નિવેદનોનો હવાલો આપી કોંગ્રેસ ઉપર હિંસા ભડકાવવાનો આરોપ મુક્યો હતો.