અયોધ્યા જમીન વિવાદનો ચુકાદો આવ્યા બાદ ભડકાઉ ભાષણ આપનાર નેતા અસદુદ્દિન ઔવેસી વિરુદ્ધ સોમવારે જહાંગીરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
એડવોકેટ પવન યાદવે ઓવૈસી વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરવા બદલ આ ફરિયાદ નોંધાવી છે. તેમજ તેઓએ આ મામલે વહેલી તકે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. આ સાથે તેમણે સુપ્રિમ કોર્ટ વિરુદ્ધ ધર્મ વિશેષના લોકોને ભડકાવવા બદલ ઔવેસી વિરુદ્ધ દેશદ્રોહનો કેસ કરવાની માંગ કરી છે.