દિલ્હીઃ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલી એકતા કપૂર વિરુદ્ધ દક્ષિણ પૂર્વ દિલ્હીના બદરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગુરુવારે એક ખાનગી સંસ્થાએ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે. જેમાં એકતા કપૂર પર આરોપ લગાવવામાં આવ્યા છે કે, તેમણે વેબ સીરીઝ દ્વારા ભારતીય સૈન્યની છબીને દૂષિત કરવાનો પ્રયાસ કર્યો છે.
ફરિયાદી સુરેન્દ્રસિંહ બિધૂરીએ પોતાની ફરિયાદમાં લખ્યું કે, એકતા કપૂરની વેબ સીરીઝ બતાવવામાં આવી રહી છે, તેમા ભારતના સૈનિકોનું સીધું અપમાન કરવામાં આવી રહ્યું છે. આ સૈનિકોનું અપમાન નથી સમગ્ર દેશ અને દેશના તમામ નાગરિકોનું અપમાન છે. તેમણે પોતાની ફરિયાદમાં લખ્યું કે, એકતા કપૂર વિરુદ્ધ તાત્કાલિક કેસ નોંધાવવો જોઇએ અને તેમની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.
ફિલ્મ જગત સાથે જોડાયેલી એકતા કપૂરની વેબ સીરીઝને લઈને વિવાદ ઉભો થયો છે. જેના કારણે સમગ્ર દેશમાં એકતા કપૂરનો વિરોધ ચાલી રહ્યો છે. આ સાથે દિલ્હીના બદરપુર પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.