ન્યૂઝ ડેસ્કઃ એક વ્યક્તિમાં એક જ સમયે એક કરતાં વધારે બિમારી જોવા મળે તો તેને કોમોર્બિડિટી કહેવામાં આવે છે. ડૉક્ટર રાજેશ વુક્કલાએ જણાવ્યું હતું કે, ડાયાબિટીસ, હાયપર ટેન્શન, હાઈ કોલેસ્ટેરોલ, કિડની, લિવર અને હ્રદય રોગ ધરાવતા આ લોકો કોરોનાથી ઝડપથી સંક્રમિત થઈ શકે છે. કોરોના સંક્રમણ ફેલાયા બાદ કોમોર્બિડિટી ધરાવતા લોકોને કોરોનાથી સંક્રમિત થવાનો ભય વધારે છે.
- જે લોકોને અનિયંત્રિત ડાયાબિટિસ છે તેમને સંક્રમણનું જોખમ વધારે છે.
- હાઈપરટેન્શન ધરાવતા લોકોને પણ કોરોનાથી સંક્રમિત થવાનો ભય રહેલો છે, કારણ કે, હાઈપરટેન્શન બ્લડ સર્ક્યુલેશન સાથે સંબંધિત છે. જો બ્લડ સર્ક્યુલેશન બરાબર નહીં હોય તો હ્રદય, મગજ અને લિવરને અસર કરી શકે છે. તેથી રોગ પ્રતિકારક શક્તિને પણ અસર પડે છે.
ભારતમાં હાઈપર ટેન્શન અને ડાયાબિટિસના દર્દીઓ વધારે છે. જેથી કોરોના સંક્રમણનું જોખમ વધી જાય છે. જ્યાં સુધી કોરોના વેક્સિન ના આવે ત્યાં સુધી કાળજી લેવી બહુ અનિવાર્ય છે. બ્લડ પ્રેશર અને બ્લડ સુગરનું ધ્યાન રાખવું જરુરી છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરો. પૂરતી ઉંઘ લો જેથી શરીર અને મગજને આરામ મળે. જો રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં આવે તો સંક્રમણનું જોખમ ઓછું થઈ જાય છે. યોગ્ય આહાર લેવો. પ્રોટિન, વિટામિન, તાજા ફળો અને શાકભાજી ખાવા જરુરી છે.