નવી દિલ્હીઃ સર ગંગારામ હૉસ્પિટલમાં સેન્ટર ફોર ચેસ્ટ સર્જરીના ચેરમેન ડૉ. અરવિંદ કુમારે કહ્યું કે, ભારતમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશન ઘણા સમયથી છે. તેમણે કહ્યું કે, ઉદાહરણ માટે દિલ્હીના ધારાવી અને કેટલાક વિસ્તારોમાં આ સંક્રમણ જોવા મળ્યું હતું. તેમણે કહ્યું કે, હું સો ટકા IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) સાથે સહમત છું કે ભારતમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશનમાં વધારો થઇ રહ્યો છે.
જાણો શું છે કૉમ્યુનિટી ટ્રાન્સમિશન..?
- કૉમ્યુનિટી ટ્રાન્સમિશન ત્યારે જ થાય કે, જ્યારે કોઈ વ્યક્તિ અન્ય કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા વગર અથવા વિદેશ યાત્રા કર્યા વગર જ તેનો શિકાર બની જાય.
- કૉમ્યુનિટી ટ્રાન્સમિશન એ કોરોના સંક્રમણનું ત્રીજુ સ્તર છે, આ સ્તર બાદ કોરોનાનું સંક્રમણ વધુ ફેલાવાની આશંકા રહે છે.
ડૉ. અરવિંદે કહ્યું કે, ગત મહિનાથી અમે રિસર્ચ કરતા રહ્યા કે, દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. મુંબઇ અને દિલ્હીમાં કેસ લગભગ બરાબરીમાં આવે છે. આ સિવાય પૂણે, બેંગલોર અને હૈદરાબાદમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ સાથે જ બિહારમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. આ સિવાય ઉત્તર પ્રદેશમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંભાવના વધુ જોવા મળી રહી છે. આ અંતર્ગત જોઇએ તો દેશમાં 50 લાખથી વધુ કોરોનાના કેસ નોંધાશે.
આ પહેલા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને એવી જાણકારી આપી હતી કે, ભારતમાં કોરોના મહામારી કૉમ્યુનિટી ટ્રાન્સમિશન દ્વારા વધુ ફેલાઇ રહી છે. ઇટીવી ભારત સાથે વાત કરતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડૉ. રાજન શર્માએ કહ્યું હતું કે, દેશભરમાં વિશેષરૂપે નાના ગામડાઓમાં પણ કૉમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ચૂક્યું છે. તેમણે કહ્યું કે, દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. આપણે જેટલું વધુ પરિક્ષણ કરીશું તેટલા કેસ વધશે.
તમને જણાવી દઇએ કે, છેલ્લા 2 દિવસમાં લગભગ 35,000 કોરોનાના કેસ સામે આવ્યા છે, અત્યારસુધીમાં લગભગ 15,000 ફ્રન્ટલાઇન કાર્યકર્તા અને સ્વાસ્થ્યના કર્માચારીઓ કોરોનાનો ભોગ બન્યા છે.